<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

રોહીદાસપરામાં ૩૭ વર્ષિય સતિષભાઇ ચોૈહાણનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૨૦: આપઘાતના વધુ એક બનાવમાં કુવાડવા રોડ રોહીદાસપરામાં રહેતાં યુવાને ગળાફાંસો ખાઇ લીધો છે.

જાણવા મળ્‍યા મુજબ કુવાડવા રોડ પર રણછોડદાસ બાપુના આશ્રમ નજીક રોહીદાસપરા શેરી નં. ૭માં રહેતાં સતિષભાઇ જેસીંગભાઇ ચોૈહાણ (ઉ.વ.૩૭) નામના યુવાને સવારે નવેક વાગ્‍યે ઘરે પંખામાં સાડી બાંધી દેહ લટકાવી દેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. ૧૦૮ના તબિબે તેને મૃત જાહેર કરતાં બી-ડિવીઝન પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

આપઘાત કરનાર સતિષભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. ચાર વર્ષ પહેલા તેના છુટાછેડા થઇ ગયા હતાં. હાલમાં તે કમ્‍પ્રેશરની કંપનીમાં નોકરી કરતો હતો. તેના પિતા બહુમાળીના નિવૃત કર્મચારી છે. સતિષભાઇએ આ પગલુ શા માટે ભર્યુ? તેનાથી પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:12 PM IST)