તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
મનપાનાં ૩૫૦ વાહનો બન્યાં સફેદ હાથીઃ ઈંધણ અને મરામત પાછળ કરોડોનો તોતીંગ ધુમાડો
વાહનોના મેઇન્ટેનન્સ પાછળ વાર્ષિક રૂ.૧.૫૨ કરોડ અને સ્પેરપાટર્સ પાછળ રૂ.૧.૨૬ કરોડનો ખર્ચ

રાજકોટ, તા.૨૪: મહાનગર પાલિકાની માલિકીનાં આશરે ૩૫૦ જેટલાં વાહનોનું રિપેરિંગ અને મેઇન્ટેનન્સ સેન્ટ્રલ વર્કશોપ શાખા દ્વારા કરવામાં આવે છે. આ વાહનોના ઈંધણ વપરાશ તેમજ જાળવણી પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ થતો હોવાની વિગતો જનરલ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં સામે આવી છે.
ગત સપ્તાહએ મળેલ સામાન્યસભામાં સભ્યશ્રીઓ મનપા પાસે કેટલાં વાહનો છે, ડીઝલ અને પેટ્રોલનો માસિક તથા વાર્ષિક વપરાશ કેટલો થાય છે તેમજ વાહનોના મેઇન્ટેનન્સ પાછળ કેટલો ખર્ચ થાય છે તે અંગે પ્રશ્ન પૂછયો હતો.
મનપાએ આપેલી માહિતી અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન વાહનોમાં માસિક સરેરાશ ૮૧,૩૪૩ લિટર ડીઝલનો વપરાશ થયો હતો, જ્યારે વાર્ષિક ડીઝલ વપરાશ ૮,૯૬,૭૧૭ લિટર નોંધાયો હતો. પેટ્રોલનો માસિક સરેરાશ વપરાશ ૨,૦૧૧ લિટર રહ્યો હતો.
મનપાનાં વાહનોના મેઇન્ટેનન્સ પાછળ માસિક રૂ.૧૨,૬૮,૦૦૨ અને વાર્ષિક રૂ.૧,૫૨,૧૬,૦૨૭નો ખર્ચ થયો હતો. આ ઉપરાંત વાહનોના સ્પેરપાર્ટ્સ પાછળ માસિક રૂ. ૧૦,૫૧૧ અને વાર્ષિક રૂ.૧,૨૬,૦૦૦નો ખર્ચ થયાનું સત્તાવાર જવાબમાં જણાવાયું છે.
આમ, રાજકોટ મહાનગરપાલિકાનાં વાહનોના ઈંધણ, રિપેરિંગ અને જાળવણી પાછળ દર વર્ષે મોટી રકમ ખર્ચાઈ રહી હોવાનું જનરલ બોર્ડના પ્રશ્નોના સતાવાર જવાબ માંથી બહાર આવ્યું છે.
(3:54 PM IST)










