તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th September 2026
શિક્ષણ સમિતિના સભ્યો પસંદ કરવા ૩પ નામો ભાજપ હાઇકમાન્ડને સૂચવાયા
બુધવારે સવારે ૧૧ થી ૧ ઉમેદવારી પત્ર રજૂ થશે : ગ્રેજયુએટ, ૬પની અંદરની ઉંમર વગેરે પાર્ટીના માપદંડ કોર્પોરેટરોના ટેકાથી સભ્યોની નિયુક્તી થશે : ત્રણ સભ્ય સરકાર નિયુક્ત કરશે : ૧ જૂને ઉમેદવારી પત્ર સ્વિકારતી વખતે જ ચિત્ર સ્પષ્ટ થઇ જશે

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રચનાને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. શિક્ષણ સમિતિના સભ્યપદ માટે આગામી બુધવારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પહેલાં રાજકોટ શહેર ભાજપ દ્વારા આશરે ૩૫ દાવેદારોનાં નામ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે.
ગત સપ્તાહે પ્રસિધ્ધ થયેલ જાહેર થયેલ જાહેરનામાં મુજબ ચાર અઠવાડિયા બાદ તા. ૩૦ સપ્ટેમ્બરના સવારે ૧૧થી બપોરના ૨ વાગ્યા સુધી ઉમેદવારી પત્રકો સ્વીકારાશે જે ૧૨ સભ્યોની નિમણૂંક માટે અને કોર્પોરેટરના ટેકાથી સ્વીકારાશે.
ત્યારબાદ ૨૧ દિવસ પછી ૨૧ ઓકટોબરે ઉમેદવારી પત્રકોની ચકાસણી અને ૨૧ ઓકટોબરે ે સવારે ૧૧ થી બપોરે ૨ સુધી મનપાના સભાગૃહમાં મતદાન થશે. (જો ચૂંટણી થાય તો) ત્યારે તે જ દિવસે બપોરે ત્રણ વાગ્યાથી મતગણતરી થશે.
શિક્ષણ સમિતિમાં સ્થાન મેળવવા માટે ભાજપના દાવેદારો દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર લોબિંગ અને ભલામણો શરૂ કરવામાં આવી છે. સ્થાનિકથી લઈને પ્રદેશ કક્ષા સુધી આગેવાનોનો સંપર્ક સાધીને પોતાનું નામ પસંદગીની યાદીમાં સામેલ કરાવવા માટે દાવેદારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
પાર્ટી દ્વારા શિક્ષણ સમિતિના સભ્યોની પસંદગીમાં ચોક્કસ માપદંડોને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શકયતા છે. અગાઉ કોઈ ચૂંટણી લડ્યા ન હોય તેવા કાર્યકરોને તક આપવાની સાથે ૬૫ વર્ષની વયમર્યાદાનો માપદંડ પણ લાગુ કરાયો હોવાનું જાણવા મળે છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલી આ મહત્ત્વપૂર્ણ સમિતિ હોવાથી ગ્રેજ્યુએટ અને શૈક્ષણિક સમજ ધરાવતા નામોની પસંદગી કરવા પાર્ટી કક્ષાએ વિચારણા ચાલી રહી છે.
રાજકોટમાંથી મોકલવામાં આવેલા આશરે ૩૫ નામોમાંથી પ્રદેશ ભાજપ દ્વારા ૧૧ નામોની અંતિમ પસંદગી કરવામાં આવશે. આગામી સોમવાર સુધીમાં પ્રદેશ કક્ષાએથી આ ૧૨ નામો રાજકોટ આવી જવાની શકયતા વ્યક્ત થઈ રહી છે. ત્યારબાદ પસંદ થયેલા ઉમેદવારો બુધવારે શિક્ષણ સમિતિની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે.
હવે પ્રદેશ ભાજપ કોના નામ પર પસંદગીની મહોર મારે છે અને લોબિંગ-ભલામણોની દોડમાં કયા દાવેદારોને શિક્ષણ સમિતિમાં સ્થાન મળે છે તેના પર રાજકીય વર્તુળોની મીટ મંડાઈ છે. (૯.૧૯)
નવા ચેરમેન - સભ્યો કોણ ? : રાજકીય ગરમાવો
રાજકોટ : નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી ર૧ ઓકટોબરે ે ચૂંટણી યોજાશે. આ અંગે મેયરએ જાહેરનામુ પણ બહાર પાડ્યુ છે. હજુ થોડા દિવસો પહેલા જ ભ્રષ્ટાચારના આક્ષેપને લઈને આખે આખી શિક્ષણ સમિતિને બરખાસ્ત કરવામાં આવી હતી. નવા શિક્ષણ સમિતિના ચેરમેન કોણ અને શિક્ષણ સમિતિના સભ્યો કોણ હશે તેને લઈને હવે ચર્ચાઓએ જોર પકડ્યુ છે.
શિક્ષણ સમિતિના ચેરમેનને લઈને અનેક નામોની ચર્ચાઓ પણ થવા લાગી છે. શિક્ષણ સમિતિના ચેરમેન માટે કિશોર રાઠોડ અને ડો. ચેતન લાલચેતા તેમજ મહિલાને ચેરમેન પર્સન આપવામાં આવે તો જાગૃતિબેન ભાણવડીયાનું નામ પણ રાજકીય સુત્રોમાં ચર્ચાઇ રહ્યું છે. જો મહિલા પર ચેરપર્સન પર કળશ નહિ ઢોળાઇ તો તેમને વાઇસ ચેરપર્સનની શકયતા દર્શાઇ રહી છે. રાજકીય પંડિતોના મત મુજબ જો પ્રદેશ કક્ષાએ માપદંડ હળવા કરવામાં આવે તો પૂર્વ કોર્પોરેટર અને નેતા મનિષભાઇ રાડીયાનું પણ ચેરમેન તરીકે મજુબત રીતે ચર્ચાઇ રહ્યું છે.
અહીં કુલ બાર બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્રણ બેઠકો સરકાર દ્વારા નિયુક્તિ કરવામાં આવે. નોંધનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો ચૂંટણીમાં મતદાન કરી શકે છે. હવે આગામી ૩૦ સપ્ટેમ્બર સ્પષ્ટ થઈ જશેકે શિક્ષણ સમિતિમાં કોને સ્થાન મળે છે અને કોનું પત્તુ કપાઈ છે. તેમ રાજકીય કાર્યકરોમાં ચર્ચાએ જોર પકડયું છે.
શહેર ભાજપની સંકલન સમિતિએ ૧ર સભ્યો પસંદ કરવા પ્રદેશના માર્ગદર્શન મુજબ ૪૦ થી ૪પ નામ પસંદ કરી સૂચવ્યા છે. આખરી પસંદગી પ્રદેશ ભાજપ કરશે. ભાજપના વર્તુળોના કહેવા મુજબ શહેરની સંકલન સમિતિ મળેલ. જેમાં શિક્ષણ સમિતિના સભ્ય બનાવવા યોગ્ય જણાતા ૩પ થી ૪૦ નામ પસંદ કરાયેલ. વોર્ડવાઇઝ સરેરાશ ર થી ૩ નામ સૂચવાયા છે. જ્ઞાતિ, ભૂગોળ, પક્ષની કામગીરીનો અનુભવ, શૈક્ષણીક લાયકાત વગેરે સત્તાવાર રૂપકડા માપદંડના આધારે નામ પસંદ કરી સંપૂર્ણ માહિતી સાથે પાંચથી વધુ મહિલાઓ સહિતના નામ પ્રદેશને મોકલવામાં આવ્યા છે. પ્રદેશના નિર્ણય મુજબ પસંદગી થશે. જેને કોર્પોરેશનની ટીકીટનો હકક હોવા છતાં કોઇપણ કારણસર ટીકીટᅠ આપી શકાયેલ નથી તેને શિક્ષણ સમિતિમાં સભ્ય પદ માટે અગ્રતા મળવાની શકયતા છે. વિસર્જીત સમિતિના કોઇ સભ્યને ફરી તક મળે તેવી શકયતા ઓછી છે. પ્રદેશની સૂચના મુજબ શિક્ષણ સમિતિની ચૂંટણીનો એજન્ડા પ્રસિધ્ધ થશે. કોર્પોરેશનમાં ૭ર પૈકી ૬પ સભ્યો ભાજપના ચૂંટાયેલા હોવાથી ભાજપે પસંદ કરેલા તમામ સભ્યો શિક્ષણ સમિતિમાં બિનહરીફ ચૂંટાવાનું નિヘતિ છે. સભ્યો ચૂંટાયા બાદ ચેરમેન- વાઇસ ચેરમેનની ચૂંટણી થશે. સમિતિની ચૂંટણીના ઢોલ વાગતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. (૯.ર૦)
કોંગ્રેસના એક ઉમેદવારને ભાજપ સ્વીકારે તો બધા બીનહરીફ, નહિતર ચૂંટણી
રાજકોટ, તા.૨૬: શહેરમાં શિક્ષણ સમિતિની નિયુકતીના પડધમ વાગી ચૂકયા છે. સંભવતઃ સોમવાર કે મંગળવારે ભાજપ દ્વારા નામની જાહેરાત થઇ શકે છે.
બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ વિધીવત રીતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જો કે બંને પક્ષ ચૂંટણીના પરિણામ અંગે અત્યારથી જ જાણકારી ધરાવે છે. દરમિયાન જો ભાજપ દ્વારા કોંગ્રેસના એક ઉમેદવારને સ્વીકારવામાં આવે તો બધા ઉમેદવારો બીનહરીફ થઇ શકે. છે.
અત્રે એ નોંધનિય છે કે કોર્પોરેટરની સભ્ય સંખ્યાના આધારે શિક્ષણ સમિતિના સભ્યો નક્કી થતાં હોય છે. હાલ ભાજપ પાસે ૬૫ કોર્પોરેટરોની સભ્ય સંખ્યા છે આવામાં ૧૨ પૈકી ૧૧ સભ્યો ભાજપના હશે જ્યારે છેલ્લા પાંચ વર્ષથી શિક્ષણ સમિતિ વિહોણી બની ગયેલી કોંગ્રેસને આ વખતે એક સભ્ય મળે તેવું દેખાય રહ્યું છે જો ભાજપ ૧૨ સભ્યોના નામ જાહેર કરશે અને ઉમેદવારી ફોર્મ ભરાવશે તો ફરજિયાત ચૂંટણી કરવી પડશે અન્યથા ૧ ઓક્ટોબરના રોજ ઉમેદવારી ફોર્મની ચકાસણી કર્યા બાદ મેયર ડૉ.નેહલ શુક્લ તમામ સભ્યોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરી દેશે.
જયારે અન્ય ત્રણની સરકાર દ્વારા નિયુકિત થાય ત્યારબાદ ગેઝેટમાં આ ૧૫ સમિતિના સભ્યોના નામો પ્રસિધ્ધ થયા બાદ શિક્ષણ સમિતિના ચેરમેનની ચૂંટણી મેયરના અધ્યક્ષ સ્થાને થશે.(૨૩.૧૮)
શિક્ષણ સમીતીના સભ્યોની બેઠકોની વિસ્તૃત માહીતી
રાજકોટ : મુંબઇ રાજયના પ્રાથમીક કેળવણીના કાયદાની કલમ-૩ (ર) મુજબ તથા પ્રાથમીક કેળવણીના કાયદા અન્વયે ઘડાયેલ નિયમો પૈક શેડયુલ ‘અ' મુજબ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશનની નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના સભ્યોની બેઠકની માહીતી આ મુજબ છે.(૧) અનુસુચીત જાતીઓ અને અનુસુચીત જનજાતીઓના શખ્સોની (શેડયુલ કાસ્ટ અને શેડયુલ ટ્રાઇબ્સ)૧ (એક) બેઠક માટે.(ર) મેટ્રીકયુલેશન અથવા દ્વિતીય વર્ષ-શિક્ષણ-પ્રમાણપત્ર પરીક્ષા પસાર કરી હોય અથવા જે શખ્સો (રાજયની) સરકાર આ અર્થે નિર્દિષ્ટ કરે તેવી બીજી કોઇ પણ સમાન અથવા ઉંચી શૈક્ષણીક લાયકાત ધરાવતા હોય તેવા શખ્સોની ૩ (ત્રણ) બેઠકો માટે (૩) આઠ સામાન્ય બેઠકો માટે પ્રાથમીક શાળાંત પાસ અથવા સમકક્ષ અથવા ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવતા હોય તેવા શખ્સોની ૮ (આઠ) બેઠકો માટે(૪) ઉમેદવારો માટે લાયકાત મુંબઇ રાજય પ્રાથમીક કેળવણી અધિનિયમની કલમ-૪(૭)માં જે લાયકાત નકકી કરવામાં આવી છે તે લાયકાત હોવી જરૂરી છે. (૯.ર૦)
(3:54 PM IST)










