તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
કોટડાસાંગાણીના સોળીયા ગામે લાકડાનું પાટીયું માથે પડતાં ૩ાા વર્ષના દુર્ગેશનું મોત
સારવાર દરમિયાન રાજકોટમાં મોતઃ મુળ મધ્યપ્રદેશના દંપતિએ એકનો એક દિકરો ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૨૩: કોટડાસાંગાણીના સોળીયા ગામે વાડીની રૂમમાં રમી રહેલો સાડા ત્રણ વર્ષનો બાળક લાકડાના ઘોડામાં ટીંગાતા ઉપર રાખેલુ લાકડાનું પાટીયું માથે પડતાં ગંભીર ઇજા થતાં તેનું મોત નિપજતાં મજુર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છ.ે
જાણવા મળ્યા મુજબ કોટડાસાંગાણીના સોળીયા ગામે આવેલી અનીલભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદશેના અલીરાજપુરના ભાભરા ગામના ઠાકુશભાઇ ચંગોડનો દિકરો દુર્ગેશ (ઉ.વ.૩ાા) ગત ૧૭મીએ સાંજે છએક વાગ્યે વાડીના રૂમમાં હતો ત્યારે રમતો રમતો લાકડાના ઘોડામાં ટીંગાતા આ વખતે ઘોડા ઉપર લાકડાનું એક પાટીયું હોઇ તે ઘોડો નમવાને કારણે તેની માથે પડતાં ગંભીર ઇજા થઇ હતી.
દુર્ગેશને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું ગત રાતે મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કોટડાસાંગાણી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. મૃત્યુ પામનાર દુર્ગેશ એક બહેનથી નાનો હતો. તેના પિતા ઠાકુરભાઇ સોળીયા ગામે ચાર પાંચ વર્ષથી વાડીમાં રહી મજૂરી કરે છે. એકના એક દિકરાના મોતથી મજૂર દંપતિ શોકમાં ગરક થઇ ગયું હતું.
(11:32 AM IST)










