<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

પનીર-કૂલ ક્રિમ મિલ્‍ક સહિત ૩ નમુના નાપાસ

મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોના ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણી

 

 

લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા કરતા ઇન્‍દીરા સર્કલના અંજલી ચાઇનીઝ એન્‍ડ પંજાબી, રામાપીર ચોકના પ્રેમવાટીકા રેસ્‍ટોરન્‍ટ તથા વાવડીની મધુવન ડેરી ફાર્મ વિરૂધ્‍ધ એજયુડિકેશન કાર્યવાહી થશેઃ શ્રીખંડ, હઁળદર, જીરૂ, પનીર, ચીઝ સહિત વધુ ૧૧ નમુના લેતી ફુડ શાખાા

રાજકોટઃ મનપાની ફુડ શાખા દ્વારા નગરજનોનું સ્‍વાસ્‍થ્‍ય જાળવી રાખવા ચેકીંગ તથા નમુના લેવાની કામગીરી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત રાજકોટ  મહા નગરપાલિકાના  ફૂડ વિભાગ દ્વારા ‘અંજલી ચાઇનીઝ પંજાબી' મીત કોમ્‍પ્‍લેક્‍સ શોપ નં-૩, ઇન્‍દિરા સર્કલ પાસે, સત્‍યવિજય આઈસક્રીમ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘પનીર (લુઝ)'નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં મિલ્‍ક ફેટ તથા Reichert Meissl Value -ધારાધોરણ કરતાં ઓછી તેમજ Test For Foreign Fat-B.R. READING AT 400 C ની માત્રા ધારાધોરણ કરતાં વધુ આવેલ હોવાથી નમૂનો ‘સબસ્‍ટાન્‍ડડ' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

ફૂડ વિભાગ દ્વારા ‘પ્રેમવાટિકા રેસ્‍ટોરન્‍ટ' ઓમ પેટ્રોલ પંપની સામે, રામાપીર ચોક, ૧૫૦ ફૂટ રિંગ રોડ, લાભદીપ  સોસાયટી, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘પનીર (લુઝ)' નો નમૂનો તપાસ બાદ પળથ્‍થકરણ રિપોર્ટમાં Reichert Meissl Value -ધારાધોરણ કરતાં ઓછી તેમજ Test For Foreign Fat -B.R.READING AT 400C ની માત્રા ધારાધોરણ કરતાં વધુ આવેલ હોવાથી નમૂનો ‘સબસ્‍ટાન્‍ડર્ડ' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

પનીર-ચીઝ-શ્રીખંડ-મસાલના ૧૧ નમૂના લેવાયા

ફૂડ વિભાગ દ્વારા ફુડ સેફ્‌ટી સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ નીચે મુજબની વિગતે કુલ ૧૧ નમૂના લેવામાં આવેલ જેમાં પનીર(મીડિયમ ફેટ) (લૂઝ)જય ખોડિયાર સ્‍વીટ,  શ્‍યામ પાર્ક-૨, મોટા મવા, પટેલ સમાજ પાસે, કાલાવડ રોડ, જૈન ડેરી મલાઇ પનીર (ફ્રોમ ૧ કે.જી. પેકડ) રાજમંદિર ફાસ્‍ટ ફૂડઝોન શોપ નં -૩િં, શાલીમાર કોમ્‍પ્‍લેક્‍સ, એસ્‍ટ્રોન ચોક, ટાગોર રોડ,

 પનીર (FROZEN CUBES) (FROM 1KG PKD) તથા ગો ચીઝ  સ્‍પ્રેડ (ફ્રોમ ૫૦૦ ગ્રામ પેકડ) જ્‍યુબીલીયન્‍ટ ફૂડ વર્કસ લી. (ડોમિનોઝ પીઝા), શોપ નં ૪,ર્૪ી,૫,ર્૫ી,ગ્રા.  ફ્‌લો, એ.વી. નાગર ર્બોડિંગ બિલ્‍ડીંગ, વિરાણી સ્‍કૂલની સામે, ટાગોર રોડ, ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતા.

ફ્રેંડ્‍ઝ ફૂડ્‍સ (લા‘પીનોઝ પીઝા), ગોલ્‍ડન અંબ્રેલા, વિરાણી સ્‍કૂલની સામે, ટાગોર રોડ,  

ઉપરાંત ગો નેચરલ ચીઝ ચેડાર  ઓરેન્‍જ  ક્રાઇસ્‍ડ (ફોમ   ૨ કેજી પેકડ) તથા  ફ્રેંડ્‍ઝ ફૂડ્‍સ (લા‘પીનોઝ પીઝા), ગોલ્‍ડન અંબ્રેલા, વિરાણી સ્‍કૂલની સામે, ટાગોર રોડ, ખાતેથી નમુના લેવામાં આવ્‍યા હતા. રાજમંદિર ફાસ્‍ટ ફૂડ ઝોન, શોપ નં -૩િં, શાલીમાર કોમ્‍પ્‍લેક્‍સ, એસ્‍ટ્રોન ચોક, ટાગોર રોડ,

 શીતલ શ્રીખંડ ( મિક્‍સ ફ્રૂટ) (FROM 200G PKD )ગાત્રાળ જનરલ સ્‍ટોર, સૌરાષ્‍ટ્ર યુનિ.થી ક્રાઈસ્‍ટ કોલેજ રોડ, મુંજકા પોલીસ સ્‍ટે. થી આગળ, મુંજકા,  શીતલ શ્રીખંડ ( મેંગો) (FROM 500G PKD )ગાત્રાળ જનરલ સ્‍ટોર, સૌરાષ્‍ટ્ર યુનિ.થી ક્રાઈસ્‍ટ કોલેજ રોડ, મુંજકા પોલીસ સ્‍ટે. થી આગળ, મુંજકા, રાજકોટ હળદર આખી (લૂઝ):સ્‍થળ- મહાવીર મસાલા (મંડપ), મહાવીર મસાલા માર્કેટ, પી.ડી માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ, જીરું (લૂઝ)સ્‍થળ- મહાવીર મસાલા (મંડપ), મહાવીર મસાલા માર્કેટ, પી.ડી માલવીયા કોલેજ પાસે, ગોંડલ રોડ,  ખાતેથી સેમ્‍પલ પરિક્ષણ અર્થે મોકલાયા

(3:56 PM IST)