<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

લીમડાના ઝાડ નીચે જૂગાર રમતાં ૩ પકડાયા, ૩ ભાગી ગયાઃ ૫.૧૪ લાખનો મુદ્દામાલ કબ્‍જે

એલસીબી ઝોન-૧ પીએસઆઇ મોવલીયા અને ટીમનો દરોડોઃ મનરૂપગીરી ગોસ્‍વામી, જગદીશસિંહ પરમાર અને રવિરાજભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા. ૨૦: શહેરમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવળત્તિઓને નેસ્‍તનાબુદ કરવા અપાયેલી સુચના અંતર્ગત એલસીબી ઝોન-૧ ટીમે આણંદપર (બાઘી) કોઠારીયા ગામ જવાના રસ્‍તે લીમડાના ઝાડ નીચે દરોડો પાડી જાહેરમાં જૂગાર રમતાં ૩ શખસોને પકડી લઇ રોકડ, કધાર મળી ૫,૧૪,૫૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. દરોડો પાડતાં ચોટીલા, રાજકોટના બીજા ૩ શખ્‍સો ભાગી ગયા હતાં.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હેડકોન્‍સ. જગદીશસિંહ પરમાર અને કોનસ. રવીરાજભાઇ પટગીરને બાતમી મળી હતી કે આણંદપર બાઘીના રોડ પર જૂગાર રમાઇ રહ્યો છે. તેના આધારે દરોડો પાડી  નરેન્‍દ્ર ઉર્ફે નલીન રણજીતભાઇ ડોડીયા (ઉ.વ. ૪૬, રહે, શ્રીરામ પાર્ક-૨, શેરી નં. ૨, કુવાડવા રોડ), વનરાજ લઘરાભાઈ ખટાણા (ઉ.વ. ૨૯, રહે. વિંછીયા ગામ, તા. જસદણ, જી. રાજકોટ; હાલ રહે. જુના બકાલા માર્કેટીંગ યાર્ડ પાછળ, બાપા સીતારામનાં ઓટાની સામે, ભાડેથી) અને ૩. નિલેશ નવઘણભાઇ ફાંગલીયા (ઉ.વ. ૩૯, રહે. આણંદપર-બાઘી ગામ, તા. રાજકોટ)ને પકડી લીધા હતાં. જ્‍યારે ચોટીલાના ડોસલીધુનાનો નવઘણ મશરૂભાઇ ગમારા, કેસરી પૂલ પાસે રહેતો રાહુલ ઉર્ફે મહારાજ રામાવત અને કુવાડવા રોડનો મેહુલ બાવાજી ભાગી ગયો હતો.

પોલીસે રૂા. ૧૪,૫૦૦ રોકડા, જીજે૦૩એનએફ-૫૧૮૨ નંબરની કાર મળી ૫,૧૪,૫૦૦ની મત્તા કબ્‍જે કરી હતી.  પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલની રાહબરીમા પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હરેશભાઇ પરમાર તથા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ હિતેશભાઇ પરમાર, જગદીશસિંહ પરમાર, હિતેન્‍દ્રસિંહ ઝાલા તેમજ પોલીસ કોન્‍સ્‍ટેબલ રવિરાજભાઇ પટગીર સહિતે આ કામગીરી કરી હતી. 

(2:47 PM IST)