તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Monday, 25th May 2026
શહેરના ર.૮૦ લાખ ધારકોએ મિલ્કત વેરા વળતર યોજનાનો લાભ લીધો
આજ દિન સુધીમાં ૧૮૪.૧૬ કરોડની આવકઃ ૩૧ મે સુધી ૧પ થી ૧૦ ટકાની વળતર યોજનાની મુદત પુર્ણઃ તા. ર૮ મે અને ૩૧ મેએ ઓફીસમાં વસુલાત બંધ રહેશે

રાજકોટ,તા.,૨૫ : મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ મિલ્કતવેરા તથા પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખઃ-૦૭-૦૪-૨૦૨૬થી મિલકતવેરા વળતર યોજના હેઠળ વેરાની વસુલાત ચાલુ થયેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષ ૨૦૨૫-૨૬ ની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષમાં સેન્ટ્રલ ઝોન દ્વારા ગત વર્ષની રૂ.૫૬.૪૯ કરોડ ની સામે આ વર્ષે રૂ.૫૮.૯૧ કરોડની, વેસ્ટ ઝોન દ્વારા ગત વર્ષની રૂ.૮૩.૭૩ કરોડ ની સામે આ વર્ષે રૂ.૮૭.૨૦ કરોડની, ઈસ્ટ ઝોન દ્વારા ગત વર્ષની રૂ.૩૭.૧૯ કરોડ ની સામે આ વર્ષે રૂ રૂ.૩૮.૧૦ કરોડની વસુલાત થયેલ છે આમ ગત નાણાકીય વર્ષે કુલ ૧૭૭.૪૨ ની સામે આ વર્ષે કુલ રૂ.૬.૭૪ કરોડના વધારા સાથે કુલ રૂ.૧૮૪.૧૬ કરોડની વસુલાત થવા પામેલ છે તથા ગત નાણાકીય વર્ષ દરમિયાન કુલ ૨,૭૧,૬૯૭ કરદાતાઓની સામે આ વર્ષે કુલ ૯,૨૧૯ કરદાતાઓના વધારા સાથે કુલ ૨,૮૦,૯૧૬ કરદાતાઓએ વળતર યોજના દરમિયાન વેરાની ભરપાઈ કરેલ છે.
વળતર યોજના હેઠળ ૩૧-૦૫-૨૦૨૬ સુધી સામાન્ય કરદાતાઓને ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને મહિલાઓ માટે ૧૫ ટકા ડિસ્કાઉન્ટ નું પ્રદાન કરવામાં આવે છે.ત્યાબાદ ૧ જુન ૨૦૨૬ થી ૩૦ જુન ૨૦૨૬ સુધી મહિલાઓ માટે ૧૦ ટકા ડિસ્કાઉન્ટ અને સામાન્ય કરદાતા માટે ૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
તા.૨૮/૦૫/૨૦૨૬ ગુરૂવારના રોજ બકરી ઈદની જાહેર રજા તથા તા.૩૧/૦૫/૨૦૨૬ ના રોજ રવિવારની રજા હોય,આ રજાના દિવસો દરમિયાન સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે વસુલાત બંધ રહેશે પરંતુ કરદાતાઓ ઓનલાઇન મિલકત વેરો ભરી શકશે. મિલકતવેરામાં ૧૦ ટકા ના વળતરની યોજના ૩૧-૦૫-૨૦૨૬ના રોજ પુરી થનાર હોય શહેરના તમામ મિલકતધારકોને આ યોજનાનો લાભ લેવા આથી જાણ કરવામાં આવે છે.
(3:43 PM IST)










