<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

સફળતાનાં ૨૮ વર્ષ.... વિશ્વાસની નવી ઉંચાઈ

રીઝલ્‍ટ એડવર્ટાઈઝીંગ પ્રા.લી.નો ૨૮માં વર્ષમાં મંગલ પ્રવેશ

રાજકોટઃ આજના આધુનિક અને સ્‍પર્ધાત્‍મક યુગમાં કોઈપણ ધંધા-વ્‍યવસાયને સફળતાનાંશિખરો સર કરવા માટે અસરકારક જાહેરાત, સચોટ માર્કેટિંગ અને બ્રાન્‍ડની આગવી ઓળખ અત્‍યંત મહત્ત્વપૂર્ણ બની છે. આ જરૂરિયાતને સમજીને જાહેરાતક્ષેત્રે વિશ્વસનીયતા, સર્જનાત્‍મકતા અને ગ્રાહકલક્ષી અભિગમ સાથે કાર્યરત રાજકોટની જાણીતી સંસ્‍થા રીઝલ્‍ટ એડવર્ટાઇઝિંગ પ્રા. લિ. આજે ગૌરવભેર ૨૮મા વર્ષમાં મંગલ પ્રવેશકરી રહી છે. સંસ્‍થાના ડિરેક્‍ટર્સ શ્રી રમેશભાઇ રૂપાપરા, શ્રી જીતુ કોઠારી અન ેશ્રી મેહુલ દામાણીના માર્ગદર્શન હેઠળ રીઝલ્‍ટ એડવર્ટાઇઝિંગપ્રા.લિ.એ જાહેરાત અનેમાર્કેટિંગ ક્ષેત્રે પોતાની આગવીઓળખઊભીકરી છે.

ગ્રાહકોની જરૂરિયાતોને સમજીને તેમના વ્‍યવસાય, પ્રોડકટ અને બ્રાન્‍ડને વધુ વ્‍યાપક ઓળખ અપાવવા માટે યોગ્‍ય માધ્‍યમોનું આયોજન કરવું એ સંસ્‍થાની કાર્યશૈલીની વિશેષતા રહી છે.સમય સાથે બદલાતી જાહેરાતની પદ્ધતિઓ અને આધુનિક માર્કેટિંગની જરૂરિયાતોને અનુરૂપ સંસ્‍થા ન્‍યૂઝ પેપર એડવર્ટાઇઝિંગ, સોશિયલ મીડિયા માર્કેટિંગ, પ્રોડકટ લૉન્‍ચિંગ,  ટી.વી. એડવર્ટાઇઝિંગ, રેડિયો એફ.એમ. એડવર્ટાઇઝિંગ, પ્રિન્‍ટિંગ અને ડિઝાઇનિંગ તથા ઇવેન્‍ટ મેનેજમેન્‍ટ જેવી વિવિધ સેવાઓ પૂરી પાડી રહી છે.પરંપરાગત જાહેરાત માધ્‍યમોથી લઈને ડિજિટલ માર્કેટિંગ સુધીની સેવાઓના સમન્‍વય દ્વારા ગ્રાહકોને એકજ સ્‍થળેથી વિવિધ પ્રચાર-પ્રસારના વિકલ્‍પો ઉપલબ્‍ધ કરાવવાનો સંસ્‍થાનો અભિગમ છે. સર્જનાત્‍મક વિચારો, આકર્ષક ડિઝાઇન, અસરકારક આયોજન અને વ્‍યાવસાયિક અભિગમ દ્વારા બ્રાન્‍ડની ઓળખ મજબૂત બનાવવા તથા ગ્રાહકો સુધી પહોંચવાના નવા માર્ગો વિકસાવવા સંસ્‍થાસતત પ્રયત્‍નશીલ છે.૨૮ વર્ષની આ સફળતાભરી સફર ગ્રાહકોના વિશ્વાસ, મજબૂત વ્‍યવસાયિક સંબંધો અને સતત પ્રગતિની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.શુભેચ્‍છકો, આ ગૌરવપૂર્ણ તબક્કે સંસ્‍થા સાથે જોડાયેલા તમામ ગ્રાહકો,વ્‍યવસાયિક મિત્રો, સહયોગીઓ અને ેકર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર  વ્‍યક્‍તકરે છે. આગામી સમયમાં પણ આધુનિક ટેકનોલોજી, નવીન માર્કેટિંગ પદ્ધતિઓ અને સર્જનાત્‍મક અભિગમ સાથે ગ્રાહકોને વધુ સારી સેવાઓ પૂરી પાડવા તથા જાહેરાત ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા રીઝલ્‍ટ એડવર્ટાઇઝિંગ પ્રા. લિ. ૧૧૧-૧૧૨, અમીધારા કોમ્‍પ્‍લેક્‍સ,કેનાલ રોડ, રાજકોટ કટિબદ્ધ છે.રીઝલ્‍ટ એડવર્ટાઇઝિંગ પ્રા. લિ., ૨૮ વર્ષનો વિશ્વાસ... સફળતાની નવી દિશા ! જીતુ કોઠારી-૯૮૨૫૦૭૬૩૧૬ અને મેહુલ દામાણી-૯૮૨૫૦ ૭૯૬૧૫ ઉપર અનરાધાર અભિનંદન વરસી રહયાછે.

(3:13 PM IST)