<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th June 2026

કોઠારીર્યીની સનાતન પાર્ક સોસાયટીમાં ૨૮ વર્ષના ભાર્ગવ ડોબરીયાનો ઝેર પી આપઘાત

પિત્રાઇ ભાઇ રૂમમાં ગયો ત્‍યારે બેભાન જેવો મળ્‍યોઃ ગ્‍લાસમાં દવાની ગંધ આવતી હોઇ ખબર પડીઃ સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૮: કોઠારીયા ગામમાં સનાતન પાર્ક શેરી નં. ૩માં રહેતાં અને કારખાનામાં નોકરી કરતાં ૨૮ વર્ષના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ સનાતન પાર્ક સોસાયટી-૩માં રહેતાં ભાર્ગવભાઇ હસમુખભાઇ ડોબરીયા (ઉ.વ.૨૮) નામના યુવાને ગઇકાલે ઘરે ઝેરી દવા પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર દરમિયાન મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના એ. જે. પરમારે જાણ કરતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. તેજપાલસિંહ સરવૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર ભાર્ગવભાઇ બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે લોખંડના કારખાનામાં કામ કરતો હતો. તેના પિતા કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. બુધવારે કારખાનામાં રજા હોવાથી તે રૂમમાં મોડે સુધી સુતો હતો. દરમિયાન તેનો પિત્રાઇ ભાઇ ઓટો બનાવવાના કામ માટે પાવડો લેવા ઘરે આવ્‍યો ત્‍યારે ભાર્ગવભાઇના રૂમમાં પાવડો હોઇ ત્‍યાં જતાં તે બેભાન જેવો જોવા મળતાં અને ગ્‍લાસ ત્‍યાં પડયો હોઇ તેમાંથી દવાની ગંધ આવતી હોઇ તુરત જ તેણે બીજા પરિવારજનોને જાણ કરી હતી અને ૧૦૮ બોલાવી સારવાર માટે ખસેડયો હતો. પરંતુ સારવારમાં દમ તોડી દીધો હતો. પરિવારજનોએ કહ્યું હતું કે ભાર્ગવભાઇને આપઘાત કરવો પડે તેવું કોઇ કારણ નહોતું. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:14 AM IST)