તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 4th November 2026
૧૬ વર્ષની બાળા સાથે ૨૬ વર્ષના બોયફ્રેન્ડે ઝઘડો કરતાં ફિનાઇલ ગટગટાવી લીધું
બાળાએ કહ્યું-જમવા ગયા ત્યાં સ્કૂલ વખતનો મિત્ર મળતાં મેં તેની સામે જોતાં હાલના ફ્રેન્ડ શંકા કરી માથાકુટ કરતાં માઠુ લાગી જતાં પગલું ભર્યુ

રાજકોટ તા. ૪: સગીર અવસ્થામાં પોતાનાથી બમણી ઉમરના શખ્સ સાથે ફ્રેન્ડશીપ બાંધનારી એક બાળા સાથે આ ફ્રેન્ડે ઝઘડો કરતાં તેણીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે.
વાલીઓ માટે લાલબત્તી સમાન આ ઘટનાની જાણવા મળેલી વિગત મુજબ કાલાવડ રોડના એક આવાસ ક્વાર્ટરમાં રહેતી ૧૬ વર્ષની બાળાએ રાતે સાડા ત્રણેક વાગ્યે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળા માતા-પિતાની એકની એક દિકરી છે.
તેણીએ કહ્યું હતું કે એક વર્ષ પહેલા હું સહેલીની બર્થડે પાર્ટીમાં ગઇ ત્યારે ભગવતીપરામાં રહેતાં આશરે ૨૫થી ૨૬ વર્ષના શખ્સ સાથે પરીચય થયો હતો. એ પછી અમારી વચ્ચે મિત્રતા બંધાઇ હતી. અમે અવાર-નવાર બહાર જમવા, ફરવા જતાં હતાં. ગત રાતે પણ ફ્રેન્ડ સર્ર્કલમાં અમે બધા જમવા ગયા હતાં. ત્યારે ત્યાં મારો સ્કૂલ ફ્રેન્ડ પણ હોઇ હું તેની સામે જોતી હતી ત્યારે મારા હાલના આ ફ્રેન્ડે તું શું કામ એની સામે જોવે છે? તેમ કહી શંકા કરી ઝઘડો કર્યો હતો.
બધાની હાજરીમાં મારી સાથે માથાકુટ કરતાં માઠુ લાગી જતાં મેં ઘરે આવી ફિનાઇલ પીધુ હતું. બાળાની આ કેફીયતને આધારે પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.
(3:40 PM IST)










