તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
દેશળ ભગત એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા જાન્યુઆરીમાં ૨૫માં સમુહલગ્નઃ ફોર્મ વિતરણ
૨૫ દીકરીઓ પ્રભુતામાં પગલા પાડશેઃ કરીયાવરમાં ૧૦૦ થી વધુ વસ્તુઓ આપશે

રાજકોટઃ સંતશ્રી દેશળભગત તથા સંતશ્રી દેવુભગતના શુભાશીષ સાથે દરવર્ષની જેમ આ વર્ષ પણ દેશળભગત એજ્યુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મવડીનગર પાલીમાના માજી પ્રમુખ ભલાભાઇ ચોૈહાણની આગેવાની હેઠળ ૨૫માં સમૂહ લગ્ન આગામી તા. ૨૬/૦૧/૨૦૨૭, મંગળવારે જાજરમાન આયજન કરેલ છે. સમૂહ લગ્ન સ્થળઃ ૧૫૦ ફૂટ રીંગ રોડ, મસાલા, નાના મવા ચોકડી પાસે, રાજકોટ.
આ સમૂહ લગ્નમાં દિકરીને કરીયાવરમાં સોનાની નાકની ચુંક, ચાંદીના સાંકળા, ડબલ બેડ સેટી-પલંગ, કબાટ, ટીપાઇ, સ્ટીલના બેડા, મામટ ભરેલી કોઠી, પાનેતર જેવી પાયાની ઘરવખરી જરૂરીયાતની અંદાજે ૧૦૦ જેટલી વસ્તુ કન્યાઓના કરીયાવરની ભેટ સ્વરૂપે આપવામાં આવે છે. બન્ને પક્ષ પાસેથી રૂા. ૫,૧૦૦/- લેવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.
આ ૨૫માં સમૂહલગ્નના ફોર્મ (૧) C/o. શીવાની બેટરી વિવેકભાઇ ચોૈહાણ, ૧૫૦ ફુટ રીંગ રોડ, મવડી પ્લોટ, મવડી ચોકડી બ્રીજ પાસે, રાજકોટ.મો. ૮૨૩૮૯ ૦૦૦૮ (૨) શીવાની બેટરી, ચીરાગભાઇ જી. વાઘેલા, રામાપીર ચોકડી, ૧૫૦ ફુટ રીંગ રોડ, ગાંધીગ્રામ, રાજકોટ. મો. ૯૭૨૩૯ ૭૯૭૧૦ (૩) શ્રી દેશળ ભગત હોલ, ૧/૩ શ્યામનગર, નાના મવા રોડ, રાજકોટ. મો. ૭૬૯૮૯ ૬૪૮૦૩, (૪) ધર્મેશભાઇ ચોૈહાણ, C/o. વિશાલ બેટરી સેન્ટર, રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટ, ગોપાલ પેટ્રોલ પંપ સામે, ચુનારાવાડ ચોક, ભાવનગર રોડ, રાજકોટ. મો. ૯૯૨૫૧ ૨૭૯૮૮. ફોર્મ ભરવાની છેલ્લીતા.૧૦ જાન્યુઆરી છે. ફોર્મ પરત કરવા માટે એક માત્ર સ્થળ જે વિવેકભાઇ યોગેશભાઇ ચોૈહાણ (શિવાની બેટરી) મવડી પ્લોટ, ૧૫૦ ફૂટરીંગ રોડ, રાજકોટ મો. ૮૨૩૮૯ ૦૦૦૦૮.
આયોજનને સફળ બનાવવા માટે ભલાભાઇ ચોૈહાણની આગેવાની હેઠળ ટ્રસ્ટીઓ પ્રવિણ કે. રાઠોડ, રણજીતભાઇ ડાભી, વજુભાઇ ચોૈહાણ, રમેશભાઇ ચોૈહાણ, અતુલભાઇ સોલંકી, રતીભાઇ જાદવ, નીતીનભાઇ કબર, દિનેશભાઇ ચોૈહાણ, જીતેન્દ્રભાઇ બારડ, ભીખુભાઇ રાડોડ, પ્રતાપભાઇ ડોડીયા, જયંતીભાઇ ડાભી, જયંતીભાઇ પરમાર, હિરેનભાઇ રાઠોડ, ભરતભાઇ રાઠોડ, ધર્મેશભાઇ ચોૈહાણ, જયેશભાઇ જાદવ, બીપીનભાઇ મકવાણા, છોટુભાઇ મારૂ, અતુલભાઇ મારૂ, હિતેશભાઇ પરમાર, યોગેશભાઇ ગોહિલ, સુમીતભાઇ પરમાર, બુધાભાઇ પઢીયાર, ચેતનભાઇ પરમાર, કરશનભાઇ ચોૈહાણ, રાજુભાઇ ચોૈહાણ, વિરેનભાઇ ચોૈહાણ, રાજુભાઇ પરમાર, જગદીશભાઇ પાંડવ, દિનેશભાઇ હાડા, જયંતીભાઇ જાદવ જહેમત ઉઠાવી રહ્યા છે તેમ પ્રવિણભાઇ કે. રાઠોડની યાદી જણાવે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(2:22 PM IST)










