<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

જયાપાર્વતિના જાગરણની રાતે છરી સાથે ૧૦ અને દારૂ ઢીંચી નીકળેલા ૨૫ શખ્‍સ પકડાયા

શહેરમાં વરસતા વરસાદમાં પોલીસની ખાસ ડ્રાઇવ યોજાઇઃ વિદેશી દારૂની બોટલો, ચપલા સાથે પણ ચાર પકડાયા

રાજકોટ તા. ૧: ગઇરાતે જયાપાર્વતિ વ્રતનું જાગરણ હોઇ શહેરમાં જાગરણ કરતી બહેનોની સુરક્ષાના ભાગરૂપે શહેર પોલીસે કડક બંદોબસ્‍ત ગોઠવ્‍યો હતો. આમ તો વરસાદને કારણે વ્રત રાખનાર બહેનો મોટે ભાગે ઘરે જ રહી હતી. જો કે બીજી તરફ  સાંજથી જ ડ્રાઇવમાં ગોઠવાઇ ગયેલી પોલીસે ઠેકઠેકાણેથી દારૂ પીધેલા અને છરીઓ લઇને નીકળી પડેલા શખ્‍સોને પકડયા હતાં. વિદેશી દારૂ સાથે પણ કેટલાક પકડાયા હતાં. અલગ અલગ જગ્‍યાએથી છરી સાથે ૧૦ અને દારૂ પી વાહન હંકારનારા ૨૫ તથા દારૂ સાથે  ૪ પકડાયા હતાં. એક મહિલા દેશીની ભઠ્ઠી ચલાવતાં પકડાઇ હતી.

જાગરણની રાત્રે શહેરના વિવિધ વિસ્‍તારો, ખાસ કરીને બગીચાઓ, તળાવ કિનારે અને ખાણી-પીણી બજારમાં યુવતીઓની છેડતી અટકાવવા માટે પોલીસની શી-ટીમ અને રોમિયો સ્‍ક્‍વોડ સક્રિય કરાઈ હતી. જાહેર સ્‍થળો પર બિનજરૂરી આંટાફેરા મારીને યુવતીઓની પજવણી કરતા આવારા તત્‍વોને પોલીસે સ્‍થળ પર જ દબોચી લીધા હતા. રેસકોર્ષ રીંગ રોડ, કોલાવડ રોડ સહિતના માર્ગો ઉપર પણ બંદોબસ્‍ત ગોઠવાયો હતો. તમામ પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જ દ્વારા પોતાના વિસ્‍તારોમાં ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં છરીઓ સાથે અને નશો કરી નીકળનારા કુલ ૩૭ ઝપટે ચડયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ કનૈયા ચોકમાંથી લાઇટ હાઉસ એપાર્ટમેન્‍ટના પ્રતાપ કાળુભાઇ સોઢાને છરી સાથે, નાણાવટી ચોકમાંથી આરએમસી ક્‍વાર્ટરના અંશ અતુલભાઇ લુણીયાતરને છરી સાથે, યુનિવર્સિટી પોલીસે રૈયાધાર રોડ પરથી પ્રવિણ કેશુભાઇ સાટીયાને છરી સાથે, રૈયાધાર સ્‍લમ ક્‍વાર્ટર પાસેથી રાહુલ કિશોરભાઇ વાઘેલાને છરી સાથે પકડી લીધો હતો.

તેમજ આરટીઓ પાસે કરણાભાઇના ગાર્ડન નજીકથી વેલજી પાંચાભાઇ રાજપરાને છરી સાથે બી-ડિવીઝન પોલીસે પકડયો હતો. તેમજ મવડી પ્‍લોટ અમરનગર-૧પાસેથી રાકેશ નારણભાઇ ઠાકરીયાને, વિનાયકનગર પાસેથી સંજય રઘુભાઇ ડોડીયાને, ગુરૂપ્રસાદ ચોકમાંથી દેવાંગ સંજયભાઇ પરમારને માલવીયાનગર પોલીસે છરી સાથે પકડયા હતાં. આ ઉપરાંત આજીડેમ પોલીસે સરધાર ગામ ભૂપગઢના રસ્‍તેથી દીના માનસીંગ બામણીયાને છરી સાથે પકડી લીધો હતો. આમ અલગ અલગ પોલીસ સ્‍ટેશન દ્વારા છરીના ૧૦ કેસ નોંધાયા હતાં.

દારૂ પીને નીકળનારા જે શખ્‍સો પકડાયા તેની વિગત આ મુજબ છે. ંસંત કબીર રોડ પરથી ખોડીયારપરાના સંજય માત્રાભાઇ મુંધવા, બાલક હનુમાન ચોકમાંથી ઓમનગરના લાલજી હરજીભાઇ જીંજવાડીયા દારૂ પી ટુવ્‍હીલર હંકારી નીકળતાં પકડી લેવાયા હતાં. કુવાડવા વાંકાનેર ચોકડીએથી સોખડા રોડના ભલા ગાંડુભાઇ ચોૈહાણને, નવાગામ ટ્રાન્‍સપોર્ટનગર પાસેથી અજય મનુભાઇ ગોરાસવાને, રાજકોટ-અમદાવાદ હાઇવે ગમારા પંપ પાસેથી નવાગામના સંજય બાબુભાઇ એંધાણી, સોખડા ચોકડીએથી શીવા જયંતિ જંજવાડીયાને, માલીયાસણ ચોકડીએ નાકરાવાડીના જાદવ પ્રભાતભાઇ જંજવાડીયાને, સાઇબાબા સર્કલ પાસેથી રિધ્‍ધી સિધ્‍ધી સોસાયટીના લાખા જીવાભાઇ ભરડાને, આજીડેમ ચોકડીએથી યુવરાજનગરના ચંદન ખુશીલાલ ચોૈહાણને, બજરંગવાડી ચોકી પાસેથી ઘંટેશ્વર ૨૫ વારીયાના પંકેશ ઉપેન્‍દ્રભાઇ રાઠોડને, છોટુનગર મેઇન રોડ પરથી બાપા સિતારામ ચોકના જયેશ કાંતિલાલ જોષીને, છોટુનગર  રોડ પરથી સ્‍લમ ક્‍વાર્ટર જામનગર રોડના જેન્‍તી હીરાભાઇ વાઘેલાને દારૂ પી વાહન હંકારતા પકડી લેવાયા હતાં.

જ્‍યારે છોટુનગર રોડ પરથી રેલનગરના મનોજ કિશનચંદ મોટવાણી, હનુમાન મઢી છોટુનગર રોડ પરથી હીરામનનગરના રવિન્‍દ્ર રામવહર રાજભરને, રૈયાધાર દશામાના મંદિર પાસેથી કટારીયા ચોકડીના વિજય હમીરભાઇ વાંજા, શાંતીનગર ગેઇટ પાસેથી રૈયાધારના સાગર નાગજીભાઇ બારોટને દારૂ પીધેલી હાલતમાં ટુવ્‍હીલર, કાર હંકારી નીકળતાં પોલીસે દબોચ્‍યા હતાં. તેમજ શાંતિનગર પાસેથી એસઆરપી કેમ્‍પ પાસેના લાલજી પોપટભાઇ રાઠોડ, ગંગોત્રી પાર્ક રોડ પરથી ભગતસિંહજી ત્રણ માળીયાના બિક્રમ બિરસિંગ નેપાળી, અટલ સરોવર પાસેથી રૈયાધાર ડ્રીમસીટીના દિનેશ મનબહાદુર સાઉદ, નાના મવા અતિથી ચોકમાંથી દેવનગરના જયેશ જગાભાઇ રાઠોડને, પીડીએમ કોલેજ નજીકથી રામનગરના રવિ કલુભાઇ કોલીને, નાના મવા રોડ ભીમનગર પાસેથી વામ્‍બે આવાસના કમાનગિં નૈનસિંગ રાણાને, ગોંડલ રોડ શક્‍તિનગરમાંથી જયદેવસિંહ ઘનશ્‍યામસિંહ ચુડાસમાને દારૂ પીધેલી હાલતમાં પકડી લેવાયા હતાં. તેમજ ગોંડલ રોડ શક્‍તિનગર પાસેથી જાવેદ રહીમભાઇ ખોખર અને વાવડી રોડ પરથી વિનાયક ફલેટના ધર્માંગ પરેશભાઇ સોલંકીને દારૂ પીધેલી હાલતમાં પોલીસે પકડી લીધા હતાં. જ્‍યારે  બાબરીયા રોડ પરથી મોરારીનગર-૬માં રહેતાં અભરાજસિંહ હનુભા ચુડાસમાને રેડલેબલ દારૂની રૂા. ૧૫૦૦ની એક બોટલ સાથે પકડી લેવાયેલ. તેમજ ફુલછાબ ચોક સ્‍ટાર પ્‍લાઝાના નજીકથી પાંજરાપોળ પાસે રહેતાં ઉદીપ વિનુભાઇ નગવાડીયાને રૂા. ૧૪૩૬૮ની કિંમતની જેમસન વ્‍હીસ્‍કીની ૪ બોટલો સાથે પીસીબીના હિરેનભાઇ સોલંકી, મયુરભાઇ, નગીનભાઇએ પકડી લીધો હતો. તેમજરેલ્‍વે સ્‍ટેશન કોઠી કમ્‍પાઉન્‍ડ ગેઇટ પાસેથી માંડા ડુંગરના રાહુલ રમેશભાઇ બોચીયાને ટુવ્‍હીલરમાં દારૂના ૧૬૦૮૦ના ૪૮ ચપલા લઇને નીકળતાં એલસીબી ઝોન-૨ના કુલદીપસિંહ રાણા, જેન્‍તીભાઇ ગોહિલ સહિતે પકડી લીધો હતો. તેમજ મવડી ચોકડી નજીક જીત્રીયા હનુમાન નજીકના રોડ પરથી મુળ ઉદેપુરના હાલ રાજકોટ રહેતાં સતીષ લાલુરામ મીણાને રૂા. ૨૦૦ના દારૂના એક ચપલા સાથે પકડી લેવાયો હતો.

  જ્‍યારે નવા થોરાળા બાબપા સિતારામનગર-૪માં દારૂની ભઠ્ઠી પર થોરાળા પોલીસે દરોડો પાડી રૂા. ૬૭૫૦નો મુદ્દામાલ કબ્‍જે કરી જયશ્રી સુનિલ સોલંકી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો.

જાહેરનામા ભંગના કેસ

સિવિલ હોસ્‍પિટલ ચોકમાં બામણબોરના ભુપત ભીખાભાઇ રાતડીયાને ટ્રાફિકને અડચણરૂપ કાર રાખી ઉભો હોઇ અને ભગવતીપરાનો કિરણ લીંબાભાઇ દાતણીયા બંબાટ ઝડપે રિક્ષા હંકારી સિવિલ હોસ્‍પિટલ ચોકીમાંથી જોખમી રીતે નીકળતાં પ્ર.નગર પોલીસે બંને સામે જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી. રૈયા ચોકડીએ ચામુંડા હોટેલના સંચાલક રૈયાધારના નવઘણ ભવાનભાઇ ગાંગડીયાએ સીસીટીવી કેમેરા રાખ્‍યા ન હોઇ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્‍યો હતો.

(3:56 PM IST)