<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

ઇસ્‍કોન મંદિર રાજકોટ દ્વારા કાલે ૨૪મી શ્રી જગન્નાથ રથયાત્રા

માર્ગો ઉપર હરે કૃષ્‍ણ...અને જય જગન્નાથના નાદ ગુંજશે કાલે સાંજે પાંચ વાગ્‍યે ભગવાન જગન્નાથ, ભાઈ બળદેવ અને બહેન સુભદ્રાજી નગરચર્યાએ નીકળશેઃ કોટેચા ચોકથી પ્રારંભઃ ઇસ્‍કોન મંદિરે સમાપન : ૧ લાખ પેકેટ બુંદીના પ્રસાદનું વિતરણ : ભંડારા પ્રસાદ

રાજકોટઃ આ વર્ષે અષાઢી બીજના પાવન દિવસે આવતી કાલે તા. ૧૬ જુલાઈ ગુરૂવારે ઇસ્‍કોન મંદિર રાજકોટ દ્વારા ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીની ૨૪મી ભવ્‍ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે. વર્ષ ૨૦૦૩થી ઇસ્‍કોન મંદિર રાજકોટ દ્વારા સતત દર વર્ષે આ દિવ્‍ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે પણ શહેરભરના ભક્‍તજનો માટે ભક્‍તિ, ઉત્‍સાહ અને આધ્‍યાત્‍મિક આનંદથી ભરપૂર રથયાત્રા યોજાશે.

આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ખૂબ જ અનેરું મહત્‍વ છે. સામાન્‍ય રીતે ભક્‍તો ભગવાનના દર્શન માટે મંદિરે જતા હોય છે, પરંતુ ભગવાન જગન્નાથજી એટલા કળપાળુ અને દયાળુ છે કે તેઓ સ્‍વયં પોતાના ભક્‍તોને દર્શન આપવા માટે રથમાં બિરાજમાન થઈ શહેરના માર્ગો પર વિહાર કરે છે અને સર્વેને પોતાના દર્શનનો લાભ આપે છે.

આ અંગે વધુ માહિતી આપતા ઇસ્‍કોન મંદિર રાજકોટના પ્રમુખ વૈષ્‍ણવસેવા દાસ જણાવે છે કે આ વર્ષે રથયાત્રા માટે ભગવાન શ્રી શ્રી જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીનો વિશેષ શણગાર કરવામાં આવશે. ભગવાનના દિવ્‍ય વષાો (વાઘા) અને શણગારની સામગ્રી ખાસ વળંદાવનધામમાંથી મંગાવવામાં આવી છે. ભગવાનનો આ અલૌકિક શણગાર રથયાત્રાનું વિશેષ આકર્ષણ બનશે.

તદુપરાંત ભગવાનના ભવ્‍ય રથને પણ વિવિધ રંગબેરંગી અને સુગંધિત ફૂલોથી સુંદર રીતે શણગારવામાં આવશે, જેથી રથયાત્રાની ભવ્‍યતા અને આધ્‍યાત્‍મિકતા વધુ નિખરી ઊઠશે.

રથયાત્રા દરમિયાન સમગ્ર માર્ગ પર હરે કળષ્‍ણ મહામંત્રનું સંકીર્તન, મળદંગ, કરતાલના મધુર સંગાથે ભજન-કીર્તન કરવામાં આવશે. સાથે સાથે પ્રસિદ્ધ ‘‘જય જગન્નાથ'' કીર્તનના ગુંજતા સ્‍વરો અને ઉત્‍સાહભર્યા તાલ સાથે ભક્‍તજનો તથા શહેરીજનો ભક્‍તિરસમાં ઝૂમી ઊઠશે.

વૈષ્‍ણવસેવા દાસ એક યાદીમાં વધુમાં જણાવે છે કે રથયાત્રા તા. ૧૬ ના સાંજે ૫ વાગ્‍યે રામકળપા ડેરી, કોટેચા ચોક ખાતેથી પ્રારંભ થશે. રથયાત્રા યુનિવર્સિટી રોડ પર ઇન્‍દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે.કે. ચોક થઈ કાલાવડ રોડ પર એ.જી. ચોક, જડ્ડુસ સર્કલ, રંગોલી પાર્ક, ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્‍તાર થઈ ઇસ્‍કોન મંદિર પહોંચશે.

રથયાત્રાના સમગ્ર માર્ગ દરમિયાન વિવિધ મુખ્‍ય ચોકો અને મહત્‍વના સ્‍થળોએ ભગવાન શ્રી જગન્નાથ, બળદેવ અને સુભદ્રાજીની વિશેષ આરતી તથા પૂજાવિધિનું આયોજન કરવામાં આવશે. ઇન્‍દિરા સર્કલ, પંચાયત ચોક, આકાશવાણી ચોક, જે.કે. ચોક, એ.જી. ચોક તેમજ અન્‍ય મુખ્‍ય સ્‍થળોએ ભક્‍તજનો અને સ્‍થાનિક રહેવાસીઓ દ્વારા ભગવાનની આરતી ઉતારવામાં આવશે તથા પૂજાવિધિ કરવામાં આવશે.

રથયાત્રા દરમિયાન હરિનામ સંકીર્તન, ભજન-કીર્તન, નળત્‍ય તેમજ આધ્‍યાત્‍મિક કાર્યક્રમો યોજાશે. રાત્રે આશરે ૭ વાગ્‍યે  ઇસ્‍કોન મંદિર ખાતે સર્વે દર્શનાર્થીઓ માટે ભંડારા પ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મંદિર દ્વારા આશરે પાંચ હજાર કિલો બુંદીમાંથી એક લાખ જેટલા પ્રસાદ પેકેટો તૈયાર કરવામાં આવશે, જેનું રથયાત્રા દરમિયાન શહેરભરમાં વિતરણ કરવામાં આવશે. આ માટે બુંદી પેકિંગ સેવાની શરૂઆત રથયાત્રા પૂર્વે કરવામાં આવી છે, જેમાં મોટી સંખ્‍યામાં ભક્‍તો સેવા આપી રહ્યા છે.

ભાવિકોને રથયાત્રા, પ્રસાદ ચંડારાનો લાભ ઇેવા અનુરોધ કરાયો છે.(તસ્‍વીરઃ અભીજીત બગથરીયા)

(2:24 PM IST)