તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 3rd October 2026
શહેરના વિવિધ વિસ્તારમાં ૨૪૯ ધંધાર્થી દંડાયાઃ૧.૪૦ લાખનો દંડ
પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા તથા ગંદકી કરનાર સામે મનપા તંત્રની લાલઆંખ

રાજકોટ, તા.૩: મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને ‘‘પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ'' બનાવવા માટે તથા પર્યાવરણ અને જાહેર આરોગ્યને નુકસાન કરતા પ્રતિબંધિત સિંગલ-યુઝ પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ અને સંગ્રહ સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમો દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા આસામી સામે દંડની કાર્યવાહી કરવામાં આવી.
મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ અન્વયે તારીખ ૨૯થી ૦૨ ના રોજ ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્રારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ તથા વેચાણ અને ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસુલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૨૯ થી ૦૨ના રોજ ત્રણેય ઝોનમાંથી ૩૯.૬૫ કિગ્રા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત તથા ગંદકી કરતા કુલ ૨૪૯ આસામીઓ પાસેથી રૂ ૧,૪૦,૧૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
ઉપરોક્ત કામગીરી મ્યુનિસિપલ કમિશનરશ્રીની સુચના અને નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રીના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ ઈજનેર તેમજ ત્રણેય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેરશ્રીના સુપર વિઝનમાં આસી. ૫ર્યાવરણ ઇજનેર સેનીટેશન ઓફિસર હાજરીમાં સેનેટરી ઇન્સ્પેકટર/ સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્રારા કરવામાં આવેલ.
(3:29 PM IST)










