તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 14th November 2026
પૂ.જલારામ બાપાની ૨૨૭મી જન્મજયંતી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા ભકિતભાવથી ઉજવાશે
સવારે ૬:૩૦ કલાકે સ્નાનપૂજા તથા આરતી, બપોરે ૧૨ કલાકે અન્નકુટ દર્શન-મહાઆરતી, સાંજે આરતી-ધુન ભજન તથા મહાપ્રસાદ યોજાશે

‘‘અકિલા''ના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાને જલારામ સેવા મંડળ ટ્રસ્ટના લીનાબેન સમીરભાઇ રાજાણી, ઉમાબેન એમ. ભીંડે, સલોનીબેન સમીરભાઇ રાજાણી તથા વિપુલભાઇ રાયઠઠ્ઠાએ માહિતિ આપી હતી. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ, તા.૧૪: સ્વ. કુંદનબેન રાજાણી સ્થાપિત શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ આનંદનગર, નિલકંઠ સીનેમા સામે દ્વારા તા.૧૬ સોમવારના રોજ પરમ પૂજય સંતશિરોમણી શ્રી જલારામબાપાની ૨૨૭મી જન્મજયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવશે.જેમાં મહાઆરતી, અન્નકુટ દર્શન, મહાપ્રસાદ , ધૂન-ભજન જેવા અનેકવિધ કાર્યક્રમ, આયોજન કરવામાં આવ્યું છે. પૂજય જલારામબાપાની જન્મજયંતિ નિમિતે ટ્રસ્ટ દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં સવારે૬-૩૦ કલાકે સનાપૂજન સાથે જલારામ બાપાની મંગળા આરતી લીનાબેનના હસ્તે થશે ત્યારબાદ બપોરે ૧૨ કલાકે અન્નકુટ દર્શન તથા મહાઆરતી કાર્યક્રમના મુખ્ય યજમાન ક્રિષ્નાબેન રાજુભાઇ ચોટાઇ (રસીકભાઇ ચેવડાવાળા), દક્ષાબેન કુમારભાઇ અઢિયા (નાથ સ્ટોલવાળા), રેખાબેન ભરતભાઇ નથવાણી, ભરતભાઇ, ભરતભાઇ ગોટેચા (જલારામ વેડિંગ કલેકશન), અશોકભાઇ ભટ્ટ પ્રસિધ્ધ (કથાકાર)ના હસ્તે મહાઆરતી થશે. ત્યારબાદ તૃતિય આરતી સાંજે ૭ કલાકે હાજર રહેનાર તમામ દાતાશ્રીઓના હસ્તે થશે. સાંજે ૭ કલાકથી તેજસભાઇ ત્રીવેદી, અમરદાન ગઢવી, પાર્થભાઇ ગઢવી અને કષ્ટભંજન ગૃપ દ્વારા ધૂન-ભજનની રમઝટ બોલાવવામાં આવેશ. સર્વે ભાવિકોને સહપરિવાર પધારવા લીનાબેન એસ. રાજાણી, સલોની એસ. રાજાણી, ઉમાબેન એમ. ભીડે, જયશ્રીબેન ખગ્રામ, વીપુલભાઇ રાયઠઠ્ઠા તથા તમામ કાર્યકર્તાઓએ ભાવભર્યુ આમંત્રણ પાઠવ્યું છે.
(3:41 PM IST)










