<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ATMના મોઢે ‘પુઠુ'લગાવી ૨૨ લોકોના ‘દોઢ લાખ' ચોરી કરી લેવાયા

‘ટેકનોલોજી'ને ગઠીયાઓએ 'જુગાડ'થી છેતરી! ઢેબર રોડ પર એસબીઆઇ બેંકની ઘટનામાં ગઠીયા વિરૂધ્‍ધ ભકિતનગર પોલીસમાં બીજી ફરીયાદ નોંધાઇઃ બન્‍ને સકંજામાં

રાજકોટ,તા.૧૦: એ.ટી.એમ. મશીનમાં કેસ ડિસ્‍પેન્‍સર બોક્ષમાં પુઠાનો ટુકડો લગાડી ૧૧ જેટલા ગ્રાહકોની ૩૪,૫૦૦ની રોકડ ચોરી કરવા મામલે માલવીયાનગર પોલીસમાં ફરીયાદ નોંધાયા બાદ ઢેબરરોડ પર કાંતા સ્‍ત્રી વિકાસગૃહ ચોક પાસેના એટીએમમાંથી પણ બેગઠીયાઓએ ૨૨ ગ્રાહકોના ૧.૫૮ લાખ ચોરી લેતા ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.

આ મામલે પારસી અગીયારી ચોકમાં તક્ષશીલા સોસાયટીમાં રહેતા ઢેબરરોડ એસ.બી.આઇ. બેંકના શાખામાં બ્રાંચ મેનેજર તરીકે નોકરી કરતા અલોક અતુલ ચંન્‍દ્ર (ઉવ.૪૨)એ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે જેમાં જણાવ્‍યુ કે તે મુળ બિહારના છે ગઇ તા.૨ ના સવારના પોણા સાતથી રાત્રીના ૧૦ વાગ્‍યા સુધીમાં બે અજાણ્‍યા ગઠીયાએ બેંકના અ.ેટી.એમ. મશીન રૂમમાં ગયા બાદ એ.ટી.એમ.મશીનમાં  રૂપિયા નિકળવાની જગ્‍યા કેશ ડિસ્‍પેન્‍સર બોકસમાં પુઠાનો ટુકડો લગાડી અલગ-અલગ ૨૨ ગ્રાહકોના રૂા.૧,૫૮,૯૦૦ની રકમ લઇ જઇ ચોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, ચોરી કરનાર બને ગઠીયાને પોલીસે સંકજામાં લઇ પુછતાછ શરૂ કરી છે

(3:45 PM IST)