<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

પ્રભુજીની ચાંદીની પ્રતિમાની પ્રતિષ્‍ઠા સાથે માંડવી ચોક દેરાસરની ૨૦૦મી ધજાનો મહોત્‍સવ સંપન્ન

 

રાજકોટઃ શહેરના માંડવી ચોક દેરાસરની ૨૦૦મી ધજાનો મહોત્‍સવ પૂ.બંધુ બેલડી આ.ભ. જિન-હેમચંદ્રસાગરસુરીશ્વરજી મહારાજા આ.ઠા.ની. પાવન નિશ્રામાં આજે પ્રભુજીની ચાંદીની પ્રતિમાની પ્રતિષ્‍ઠા સાથે પૂર્ણ થયો છે. ઉપરાંત જાગનાથ જિનાલય ખાતે પણ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તથા માતા પદમાવતી દેવીની પાવન પ્રતિષ્‍ઠા કરવામાં આવી હતી. ઉપરોકત તસ્‍વીરમાં માંડવી ચોક દેરાસરે પ્રતિષ્‍ઠીત થયેલ સુપાર્શ્વનાથ દાદાની પ્રતિમા, જાગનાથ દેરાસરે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા, માતા પદમાવતીજીનું પુજન કરતા શ્રાવક તથા મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત શ્રાવક-શ્રાવીકાઓ દર્શાય છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:10 PM IST)