તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
કોઠારીયા સોલવન્ટના ૨૦ વર્ષના પ્રદિપનો પારડી પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
મુળ યુપીનો વતનીઃ રૂમ રાખી એકલો રહેતો હતો

રાજકોટ તા. ૧૪: કોઠારીયા સોલવન્ટમાં રહેતાં પ્રદિપકુમાર દયાશંકર (ઉ.વ.૨૦) નામના યુવાને રાત્રીના સમયે પારડી અને પડવલા વચ્ચે આવેલા રેલ્વે ટ્રેક પર ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. બનાવની જાણ થતાં શાપર પોલીસના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. આપઘાત કરનાર પ્રદિપકુમાર મુળ યુપીનો વતની હતો અને હાલ શાપરમાં એકલો રહી છુટક મજૂરી કરતો હતો. તેના લગ્ન થયા નહોતાં. આ યુવાન બે બહેનનો એકનો એક ભાઇ હતો. તેના પરિવારજનો વતનમાં રહે છે. પોતે શાપરમાં રૂમ રાખી એકલો રહેતો હતો. એકલવાયા જીવનથી કંટાળીને પગલું ભર્યાનું પ્રાથમિક તારણ નીકળ્યું હતું.
(11:33 AM IST)










