News of Thursday, 16th July 2026
શાપર શાંતિધામમાં ૨૦ વર્ષની પાયલ મકવાણાનું બેભાન થયા બાદ મોત
નોનવેજ ખાધા બાદ ઉંધો ગેસ ચડતાં તબિયત બગડયાનું સગાનું કથનઃ રાજકોટમાં સારવારમાં મૃત્યુ

રાજકોટ તા. ૧૨: શાપર વેરાવળમાં ૨૦ વર્ષની યુવતિ બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.ે ગઇકાલે નોનવેજ ખાધા બાદ આજે સવારે ઉંધો ગેસ ચડયા બાદ આ બનાવ બન્યાનું સગાએ જણાવ્યું હતું.
જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળમાં શાંતિધામ સોસાયટીમાં રહેતી પાયલબેન જેન્તીભાઇ મકવાણા (ઉ.વ.૨૦) બપોરે ઘરે બેભાન થઇ જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર પાયલબેન ચાર બહેન અને અકે ભાઇમાં નાની હતી. તેના પિતા કડીયા કામ કરી ગુજરાન ચલાવે છે. સગાના કહેવા મુજબ સાંજે ભોજનમાં નોનવેજ શાક ખાધુ હતું. બાદમાં આજે સવારે રોટલી ખાધા પછી તેણીને અચાનક ઉંધો ગેસ ચડયો હતો અને બેભાન જેવી થઇ ગઇ હતી. સારવારમાં મૃત્યુ થયું હતું. શાપર પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી. યુવાન દિકરીના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. (૧૪.૧૨)
(3:07 PM IST)










