તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
નવા થોરાળામાં ૨૦ વર્ષના જયદિપ ચાવડાનું બેભાન થઇ જતાં મોત

રાજકોટ તા. ૧૮: નવા થોરાળામાં રહેતાં વીસ વર્ષના યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. યુવાનનું મોત કઇ રીતે થયું? તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.
જાણવા મળ્યા મુજબ નવા થોરાળા શેરી નં. ૬/૭ના ખુણે રહેતો જયદિપ મનજીભાઇ ચાવડા (ઉ.વ.૨૦) નામનો યુવાન સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.
મૃત્યુ પામનાર જયદિપ બે ભાઇમાં મોટો હતો અને ડીલીવરી બોય તરીકે કામ કરતો હતો. તેના પિતા સિક્યુરીટી ગાર્ડની નોકરી કરે છે. મોતનું ચોક્કસ કારણ જાણવા થોરાળા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. યુવાના દિકરાના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
(3:01 PM IST)










