તા. ૧૯ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૨ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
રાજકોટ ટ્રાફિક શાખાના ૨ કર્મચારીઓનું ૧૫મી ઓગસ્ટની ઉજવણીમાં સન્માન કરવામાં આવ્યુ
ડીસીપી ડો..હરપાલસિંહ જાડેજા અને એસીપી ટ્રાફિક શાખા એમ.એમ. લાલીવાલાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી

રાજકોટ: ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા દિન ૨૦૨૬ની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન રાજકોટ શહેર ટ્રાફિક શાખાના બે કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ અને પ્રશંસનીય કામગીરી બદલ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કામગીરી પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીક, નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) ડૉ. હરપાલસિંહ જાડેજા અને મદદનીશ પોલીસ કમિશ્નર (ટ્રાફિક શાખા) એમ.એમ. લાલીવાલાના માર્ગદર્શન અને સૂચના મુજબ કરવામાં આવી હતી. રાજકોટ શહેર ટ્રાફિક શાખા ખાતે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ રજનીબેન ભગવાનજીભાઈએ વર્ષ ૨૦૨૬માં ટોઇંગ વાહનના ઇન્ચાર્જ તરીકે ફરજ દરમિયાન શહેરી વિસ્તારમાં ગેર-કાયદેસર પાર્કિંગ, ટ્રાફિકને અડચણરૂપ અને "નો-પાર્કિંગ"માં રહેલ વાહનો સામે કાયદેસરની કામગીરી કરી રોડ-રસ્તા ખુલ્લા રાખવામાં ખૂબ જ અસરકારક કામગીરી કરી હતી. તેમજ ટ્રાફિક શાખાના એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ વિજયસિંહે વર્ષ ૨૦૨૬માં ટ્રાફિક નિયમન ભંગ કરતા વાહન ચાલકો સામે 'વન-નેશન વન-ચલાણ' એપ્લિકેશન મારફતે વધુમાં વધુ એન્ફોર્સમેન્ટની કાયદેસરની પ્રશંસનીય કામગીરી કરી હતી. આ બંને કર્મચારીઓને ૧૫મી ઓગસ્ટના રાજકોટ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સન્માનપત્ર એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા.
(1:55 PM IST)










