<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

રમતાં રમતાં પાણીના ટાંકામાં પડી જતાં ૧ાા વર્ષના આદર્શનું મોત

આજીડેમ ચોકડીએ બાંધકામ સાઇટ પર કરૂણ બનાવ

રાજકોટ તા. ૪: માસુમ બાળકો અવાર-નવાર રમત રમતમાં મુશીબત નોતરી લેતાં હોય છે. વધુ એક આવો કરૂણ બનાવ આજીડેમ ચોકડી નજીક બાંધકામની સાઇટ પર બન્‍યો છે. જેમાં રમતાં રમતાં ૧ાા વર્ષનો બાળક પાણીના ટાંકામાં પડી જતાં મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ આજીડેમ ચોકડી ગોકુલ પાર્કમાં રહેતાં મુળ બિહારના કુંદનભાઇ શર્માનો પુત્ર આદર્શ (ઉ.વ.૧ાા) સાંજે પાંચેક વાગ્‍યે ઘર પાસે બાંધકામની સાઇટ ચાલુ હોઇ ત્‍યાં રમતો રમતો ભોં ટાંકામાં પડી જતાં બેભાન હાલતમાં સારવાર માટે ઝનાના હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. એ. એચ. ગોહિલે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર આદર્શ બે ભાઇમાં નાનો હતો. તેના પિતા કુંદનભાઇ સીએનસી ઓપરેટર તરીકે કામ કરે છે. મુળ બિહારના આ પરિવારમાં લાડકવાયાના મોતથી અરેરાટી વ્‍યાપી ગઇ છે.

(3:40 PM IST)