તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
ગોંડલ હાઇવેથી હિરાસરને જોડતા સિકસલેન ગ્રીન ફિલ્ડ હાઇવે અંગે ૧૮ હજાર એકર જમીન કપાતમાં : મહિનાના અંતે સુનાવણી
જમીન સંપાદન અંગે પ્રાંત સહિતના અધીકારીઓ : કુલ ર૪ ગામોની બીનખેતીની પ્રક્રિયા હાલ સ્થગિત

રાજકોટ, તા. ૧ર : નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટને જોડતો સિક્સલેન ગ્રીનફિલ્ડ રાજકોટ બાયપાસ કાઢવાનુ પ્લાનિંગ કરવામાં આવ્યુ છે. ૧૮ હજાર એકર જમીન સિક્સ લેન્ડ હાઇવે કપાસમાં આવે છે. કુલ ૩૬ ત્ત્ળ નો આ બાયપાસ બની રહ્યો છે જેમની જમીન સંપાદનની કામગીરી આ મહિનાના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. જેમાં તમામ ૨૪ ગામોના ખેડૂતોને વારાફરતી બોલાવી અને સુનાવણી હાથ ધરવામાં આવશે અને આ પ્રક્રિયા એક મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. જમીન સંપાદન માટેના ખાસ અધિકારી પ્રાંત અધિકારી નેશનલ હાઇવે ના અધિકારીઓ અને હાજરીમાં સુનાવણી શરૂ કરવામાં આવશે.
નેશનલ હાઇવે ઓથોરિટીના આધારભૂત સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, જમીન સંપાદનની આખી પ્રક્રિયા એસ.એલ.ઓ. ઓફિસ ખાતે સુનાવણી દરમિયાન ખેડૂતોને તેમની જમીન સંપાદન બદલ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ વળતર તેમજ જમીન કપાત અંગેની વિગતવાર અને સચોટ માહિતી પૂરી પાડવામાં આવશે. ખેડૂતોના પ્ર‘ો અને રજૂઆતો સાંભળ્યા બાદ, નિયમોનુસાર જમીન કપાત અંગેનું વળતર ચૂકવવાની કાર્યવાહી પણ ત્વરિત ગતિએ હાથ ધરવામાં આવશે.જો આ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારના વહીવટી કે ટેકનિકલ અવરોધો કે રોગ નહીં આવે, તો આ વર્ષના અંત સુધીમાં આ સમગ્ર જમીન સંપાદન અને વળતર ચૂકવણીની પ્રક્રિયાને આડેધડ પાર પાડીને પૂર્ણ કરી દેવામાં આવશે.
રાજકોટ તાલુકાના ૧૬, કોટડાસાંગાણી તાલુકાના પાંચ અને ગોંડલ તાલુકાના ત્રણ ગામોમાં બિનખેતીની પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે.રાજકોટ તાલુકાના રામપરા બેટી, મઘરવાડા, સાયપર, કુચીયાદડ, રફાળા, ભાયાસર, કાથરોટા, પાડાસણ, અણીયાળા, ખેરડી, ગુંદા, કસ્તુરબા ધામ, કુવાડવા, ઢાંઢણી, ઢાંઢીયા અને ગઢકા ગામનો સમાવેશ થાય છે. જ્યારે કોટડાસાંગાણી તાલુકાના ૦૫ ગામોનો સમાવેશ થઇ છે.જેમાં રાજપરા, અરડોઈ, નારણકા, પીપલાણા અને આણંદપર તેમજ ગોંડલ તાલુકાના ૦૩ ગામોનો સમાવેશ થઇ છે.જેમાં ગુંદાસરા, રીબડા અને પીપળીયા ગામનો સમાવેશ થાય છે.
ગ્રીનફિલ્ડ બાયપાસ ખૂબ જ સીમાચિホરૂપ સાબિત થનાર છે. હિરાસર એરપોર્ટ સુધી માલસામાન અને મુસાફરોની અવરજવર અત્યંત સરળ બનશે. ગોંડલ હાઇવેથી અમદાવાદ હાઇવે સીધો કનેક્ટ થવાને કારણે સૌરાષ્ટ્રભરમાંથી આવતા ભારે વાહનો શહેરમાં પ્રવેશ્યા વગર જ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચી શકશે.આ પ્રયોઝ બાયપાસ દ્વારા પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓને રાજકોટના ટ્રાફિકની બારોબાર એરપોર્ટ કનેક્ટિવિટી આપવાનુ આયોજન છે.
(3:38 PM IST)










