<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

આનંદનગર કોલોનીનો ૧૬ વર્ષનો છાત્ર સોરઠીયા વાડી સર્કલ પાસે ઝેર પી ગયો

પાડોશી વિશાલ હેરાન કરતો હોવાનો આક્ષેપઃ ત્રણ દિવસ પહેલા વિશાલના પિતા અરવિંદભાઇ ગોરવાડીયાએ ઝેર પી બીટુના માતા મધુબેન સહિતની સામે ફરિયાદ દાખલ કરાવી હતી

રાજકોટ તા. ૨૩: શહરેના કોઠારીયા રોડ પર આનંદનગર કોલોનીમાં ત્રણ દિવસ પહેલા અરવિંદભાઇ ગોરવાડીયાએ ઝેરી દવા પી લેતાં પાડોશી મહિલા મધુબેન સહિતની સામે ગુનો દાખલ થયો હતો. દરમિયાન આજે મધુબેનના પુત્ર બીટુ અનીલભાઇ કારીયા (ઉ.વ.૧૬)એ સવારે ભક્‍તિનગર સર્કલ નજીક અંજુ પાન પાસે કઠોળમાં રાખવાની ટીકડીઓ પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો છે. તેણે પાડોશી વિશાલના ત્રાસથી પગલુ ભર્યાનો આક્ષેપ કરાયો છે.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને કરી છે. બીટુ માતા-પિતાનો એકનો એક પુત્ર છે. તેના પિતા કેટરર્સનું કામ કરે છે. તે ધોરણ-૯માં શુભમ્‌ સ્‍કૂલમાં ભણે છે. સવારે સ્‍કૂલે જવાનું કહીને નીકળ્‍યા બાદ આ પગલુ ભર્યુ હતું. વિશાલ શાળાએ જાય ત્‍યારે પાડોશી વિશાલ અરવિંદભાઇ ગોરવાડીયા પાછળ પાછળ જઇ તેને હેરાન કરતો હોઇ તેનાથી કંટાળીને આ પગલુ ભર્યાનું જણાવાયું હતું. બીટુના પિતા અનિલભાઇએ પોતાના ઘર પાસે કેમેરા લગાવ્‍યા હોઇ તે પણ પાડોશીને સારુ લાગ્‍યું નહોતું.

ઉલ્લેખનિય છે કે ગત ૨૦મીએ બપોરે ત્રણેક વાગ્‍યે વિશાલના પિતા અરવિંદભાઇ લાલુભાઇ ગોરવાડીયા (ઉ.વ.૫૮) ઓલઆઉટ લિક્‍વીડ પી ગયા હતાં. ત્‍યારે પોલીસે તેમની ફરિયાદ પરથી પાડોશીઓ મધુબેન કારીયા, તેમની દિકરીઓ પૂનમબેન અને ચકીબેન તેમજ જીતુભાઇ કારીયા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો. મધુબેન એ આજે દવા પી લેનારા બીટુના માતા થાય છે. બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિ નગર પોલીસમાં નોંધ કરાવતાં તપાસ હાથ ધરવામાં આવી છે.

(3:10 PM IST)