<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

આજદીન સુધીમાં ૧૫૭૩ બાળકોની નોંધણી

આંગણવાડી પ્રવેશોત્‍સવ ૩ થી ૬ વર્ષના બાળકોના પ્રવેશ માટે વિશેષ જનજાગળતિ અભિયાન શરૂ તંત્ર દ્વારા ડોર-ટુ ડોર ઝુંબેશથી વાલીઓને જાગૃત કરાયા

રાજકોટ, તા.૧૯: રાજકોટ મહાનગર પાલિકા સંચાલિત આઈસીડીએસ વિભાગ દ્વારા ‘‘પ્રેવેશોત્‍સવ-૨૦૨૬'' અંતર્ગત શહેરના ૩ થી ૫ વર્ષના બાળકોને આંગણવાડી સેવાઓ સાથે જોડવા માટે વિશેષ જનજાગળતિ અભિયાન શરૂ કરવામાં આવ્‍યું છે. શહેરના ઝૂંપડપટ્ટી અને જરૂરિયાતમંદ વિસ્‍તારોમાં ડોર-ટુ-ડોર સંપર્ક અભિયાન ચલાવી વાલીઓને આંગણવાડીમાં મળતી સુવિધાઓ અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત બાળકોના પૂર્વ-પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર, આરોગ્‍ય સેવાઓ, રસીકરણ અને બાળમિત્ર વાતાવરણ જેવી સુવિધાઓ અંગે સમજણ આપવામાં આવી રહી છે. સાથે જ નવા બાળકોનું સ્‍થળ પર જ નોંધણી કાર્ય પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.

રાજકોટ મહાનગરપાલિકા અનુસાર આંગણવાડી માત્ર શિક્ષણનું કેન્‍દ્ર નહીં પરંતુ બાળકોના શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સામાજિક વિકાસ માટેનું મહત્‍વપૂર્ણ માધ્‍યમ છે. નવી શિક્ષણ નીતિ (NEP-2020) આધારિત ‘આધારશિલા' અભ્‍યાસક્રમથી રમત-ગમત સાથે શિક્ષણ આપવામાં આવે છે. આ ઝુંબેશને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગઈ તા. ૧૮ મે સુધમાં શહેરની વિવિધ આંગણવાડી કેન્‍દ્રોમાં કુલ ૧૫૭૩ નવા બાળકોની નોંધણી કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાએ શહેરના તમામ વાલીઓને પોતાના બાળકોને આંગણવાડી સેવાઓ સાથે જોડાવા અપીલ કરી છે.

(3:01 PM IST)