તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 6th October 2026
૧પ૦૦ વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રચ્યો ભારતનો વિરાટ નકશો
નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને સમર્પણના રપ વર્ષની મનપા દ્વારા ઉજવણી : રંગોળીએ માનવ મનનું પ્રતિબિંબ છેઃ ડો. નેહલ શુકલ : આજનો કાર્યક્રમ માત્ર માનવ સાંકળરૂપી રંગોળીનોજ નથી પરંતુ તેના માધ્યમથી રાષ્ટ્રીય એકતાના સંદેશ સાથેનો છેઃ રીવાબા જાડેજા

સેવાના રંગ, રાષ્ટ્રને સંગઃ ‘રંગોળી રાષ્ટ્ર' કાર્યક્રમમાં આશરે ૧૫૦૦ જેટલા છાત્રોએ માનવ સાંકળ બનાવી ભારતના નકશાની પ્રતિકળતિ રચીને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પાઠવ્યો હતો. આ કાર્યક્રમનું મેયર ડો. નેહલ શુકલ, મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ અને રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, મ્યુનિ. કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ, મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ તથા આ કાર્યક્રમના ઇન્ચાર્જ દેવાંગભાઈ માંકડ સહિતના આગેવાનો દ્વારા કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તે વખતની તસ્વીર.(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ૬:: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વમાં સેવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે આજે ‘સેવાના રંગ, રાષ્ટ્રને સંગ' અંતર્ગત ભવ્ય ‘રંગોળી રાષ્ટ્ર' કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશરે ૧૫૦૦ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી ૩૦૦×૩૫૦ ફૂટના વિશાળ ભારતના નકશાની પ્રતિકળતિ રચી રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમમાં મેયર ડો. નેહલ શુક્લ, રાજ્યનાં શિક્ષણમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ અને રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, જિલ્લા કલેક્ટર ડો. ઓમપ્રકાશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યું હતું કે રંગોળી માનવમનનું પ્રતિબિંબ છે. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, નાગરિક જવાબદારી અને ફરજો અંગે જાગળતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ‘વિકસિત ભારત'નો સંકલ્પ માત્ર સરકારનો નહીં, પરંતુ દેશના દરેક નાગરિકનો છે. દરેક નાગરિક નાનો સંકલ્પ કરીને પણ રાષ્ટ્રના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી શકે છે.
શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માત્ર માનવ સાંકળરૂપી રંગોળી પૂરતો સીમિત નથી, પરંતુ વડાપ્રધાનશ્રીની સેવા, સુશાસન અને સમર્પણની ૨૫ વર્ષની યાત્રા બદલ અભિવાદન અને આભાર વ્યક્ત કરવાનો અવસર પણ છે. નારીશક્તિ, કન્યા કેળવણી, યુવા વિકાસ, અંત્યોદય, જનધન, આયુષ્માન ભારત, આવાસ યોજના, લખપતિ દીદી, ડીબીટી, આધુનિક શિક્ષણ અને માળખાકીય વિકાસ જેવી યોજનાઓથી લોકોના જીવનધોરણમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે.
રેસકોર્સ મેદાનમાં તૈયાર કરાયેલા ભારતના નકશાની કિનારે કુલ ૫૫૬ રનિંગ મીટર વિસ્તારમાં વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી. નકશામાં સૌરાષ્ટ્રની ઓળખ સમા પટોળા અને બાંધણી પાથરવામાં આવ્યા હતા. મધ્યમાં ૮૦ ફૂટ વ્યાસનું ‘સપ્તધારા સર્કલ' તૈયાર કરીને અનાજ, કઠોળ અને અન્ય કુદરતી સામગ્રીથી આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી. સમગ્ર આયોજનમાં રાજકોટના જાણીતા ‘ચિત્રનગરી' સંગઠન અને તેના કલાકારોનો વિશેષ સહયોગ રહ્યો હતો.
કાલે રંગોળી કળતિઓનું
જાહેર પ્રદર્શન
શ્રી અમળત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સામે, આકાશવાણી ચોક ખાતે યોજાયેલી રંગોળી સ્પર્ધાની કળતિઓ આજે તા. ૬ ઓક્ટોબરે બપોરે ૪થી રાત્રે ૯ વાગ્યા સુધી જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવશે.
સ્પર્ધામાં ફૂલ, માટી, રેતી, અનાજ, કઠોળ, બીજ, પાંદડાં અને પ્રાકળતિક રંગો જેવી કુદરતી સામગ્રીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. જનકલ્યાણકારી યોજનાઓ, વડાઙ્ઘધાનશ્રીના ૨૫ વર્ષનાં કાર્યો, રાષ્ટ્રીય પ્રતીકો અને ‘વિકસિત ભારત-૨૦૪૭' એમ ચાર વિષય ઉપર રંગોળીઓ બનાવવામાં આવી છે.
રંગોળી નિર્માણમાં રાજકોટના વિખ્યાત ‘ચિત્ર નગરી' સંગઠનના સર્વશ્રી જીતુભાઇ ગોટેચા હરેશભાઇ બડેલીયા શિવમ અગ્રવાલ રશેષભાઈ વ્યાસ મુકેશભાઈ વ્યાસ સુરેશભાઈ રાવલ હેમાબેન વ્યાસ જયશ્રીબેન રાવલ અમીબેન ઉપાધ્યાય રમેશભાઈ મૂંધવા પિન્ટુભાઈ દિગીશભાઈ વડોદરિયા વિવેક પોરિયા તથા ચિત્રનગરી પરિવાર અને અધિકારીઓ-પદાધિકારીઓએ સખત જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મહાનગર પાલિકાના સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ ભટ્ટે મંચસ્થ મહાનુભાવોનું પુષ્પ વડે શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે શાસક પક્ષ નેતાશ્રી ડો. હિરેનભાઈ ખીમાણીયાએ આભારવિધિ કરી હતી.
દરમિયાન, રાજકોટમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ટીમવર્ક, સ્થાનિક સંસ્કળતિ અને સામૂહિક ભાગીદારીને પ્રોત્સાહિત કરવાના હેતુથી શ્રી અમળત ઘાયલ કોમ્યુનિટી હોલ, એસ.એન.કે. સામે, આકાશવાણી ચોક પાસે, રાજકોટ ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. બે કેટેગરીમાં યોજાયેલી આ સ્પર્ધાની ખાસ નોંધપાત્ર બાબત એ છે કે, માત્ર કુદરતી સામગ્રીઓ જેવી કે, ફૂલ, માટી, રેતી, અનાજ, કઠોળ, બીજ, પાંદડા અને પ્રાકળતિક રંગોની મદદથી તમામ રંગોળી બનાવવામાં આવી છે.
(3:36 PM IST)










