<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

રાજુલામાં ૨૨ કરોડના ખર્ચેનિર્મિત અત્‍યાધુનિક નિઃશુલ્‍ક હોસ્‍પિટલનું ૧૩મી એ લોકાર્પણ

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ, હર્ષ સંઘવી અને મોરારીબાપુની પ્રેરક ઉપસ્‍થિતિમાં ‘આરોગ્‍ય મંદિર' જનતા માટે ખુલ્લું મુકાશેઃ અમરીશ ડેરના સંકલ્‍પ અને દાતાઓના સહયોગથી સેવાનું નવું સોપાન : આ હોસ્‍પિટલમાં દર્દીઓની વિનામુલ્‍યે સારવાર ઉપરાંત દર્દી સાથેના સ્‍વરાજનો માટે ભોજનની પણ વ્‍યવસ્‍થા : લોકસાહિત્‍યકાર માયાભાઇ આહિર દ્વારા જમીનનું દાનઃ ૨૦૧૯માં રામકૃષ્‍ણ આરોગ્‍ય સેવા ટ્રસ્‍ટની સ્‍થાપના સાથે આ પ્રોજેક્‍ટના પાયા નંખાયા હતા

તસ્‍વીરમાં અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે લોકસાહિત્‍ય જગતના વિખ્‍યાત કલાકારો માયાભાઇ આહિર અને સાઇરામ દવે નજરે પડે છે.

રાજકોટ : ‘‘સેવા પરમો ધર્મ''ના સૂત્રને સાર્થક કરતા એક ભગીરથ કાર્યનું ફળ હવે રાજુલા અને આસપાસના વિસ્‍તારની જનતાને મળવા જઈ રહ્યું છે. અમરેલી જિલ્લાના રાજુલા ખાતે અંદાજે ૨૨ કરોડના ખર્ચે તૈયાર થયેલી સંપૂર્ણ નિઃશુલ્‍ક મલ્‍ટી સ્‍પેશિયાલિટી હોસ્‍પિટલનું આગામી ૧૩મી મેના રોજ ભવ્‍ય ઉદ્ધાટન કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ, ગળહ રાજ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને વિશ્વવિખ્‍યાત કથાકાર પૂજ્‍ય મોરારીબાપુ વિશેષ ઉપસ્‍થિત રહી હોસ્‍પિટલને જનતા માટે લોકાર્પિત કરશે.

આ હોસ્‍પિટલના પાયામાં પૂજ્‍ય મોરારીબાપુની પ્રેરણા અને યુવા અગ્રણી અમરીશ ડેરનો દ્રઢ સંકલ્‍પ રહેલો છે. વર્ષ ૨૦૧૭માં સાવરકુંડલાની હોસ્‍પિટલના લાભાર્થે યોજાયેલી રામકથા દરમિયાન આ વિચારનું બીજ રોપાયું હતું.

પ્રથમ યોગદાનઃ મુંબઈના અનિલભાઈ મહેતા દ્વારા પ્રથમ આર્થિક સહયોગ. ભૂમિ દાતાઃ લોકસાહિત્‍યકાર માયાભાઈ આહિર દ્વારા જમીનનું દાન. સ્‍થાપનાઃ ઈ.સ. ૨૦૧૯માં ‘રામકળષ્‍ણ આરોગ્‍ય સેવા ટ્રસ્‍ટ'ની સ્‍થાપના સાથે આ પ્રોજેક્‍ટના પાયા નંખાયા હતા. ‘‘સેવા પરમો ધર્મ'' આ સુત્રને સાર્થક કરતી તદ્‌ન નિઃશુલ્‍ક હોસ્‍પિટલ આગામી ૧૩મી મેના  રોજ અમરેલી જિલ્લાના રાજુલા ગામે લોકર્પિત થશે. આ ભવ્‍ય ઉદ્ધઘાટન સમારંભમાં ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ,ઉપમુખ્‍યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ વિશ્વવિખ્‍યાત કથાકાર શ્રી મોરારી બાપુ ઉપસ્‍થિત રહેશે.

અત્રે નોંધનીય છે કે સાવરકુંડલા ગામે વિધાગુરુ ફાઉન્‍ડેશન દ્વારા ખુબ સુંદર રીતે નિશુલ્‍ક હોસ્‍પિટલ વર્ષોથી કાર્યરત છે. સન ૨૦૧૭માં મોરારીબાપુએ કુંડલાની હોસ્‍પિટલના લાભાર્થે રામકથા આપેલી. એ કથા દરમિયાન જ બાપુની પ્રેરણાથી યુવા અગ્રણી અંબરીષ ડેરે રાજુલામાં આવી નિશુલ્‍ક હોસ્‍પિટલનો સંકલ્‍પ કર્યો હતો.

સમાજસેવાના પવિત્ર હેતુથી શરુ થયેલા આ શુભ સંકલ્‍પને મુંબઇના અનિલભાઈ મહેતાએ પ્રથમ યોગદાન આપી વધાવ્‍યો. ત્‍યારબાદ લોકસાહિત્‍યકાર માયાભાઈ આહિર આ હોસ્‍પિટલના ભૂમિ દાતા બન્‍યા. ઇ.સ.૨૦૧૯માં રામકળષ્‍ણ આરોગ્‍ય સેવા ટ્રસ્‍ટની સ્‍થાપના કરી રાજુલામાં આ આરોગ્‍યમંદિરના પાયા નંખાયા. આશરે ૨૨ કરોડના ખર્ચે સંપૂર્ણ થયેલી આ હોસ્‍પિટલ માટે અંબરીષ ડેરે ખુબ જહેમત ઉઠાવી છે. આ હોસ્‍પિટલનું સંચાલન સાવરકુંડલાના વિધાગુરુ ફાઉન્‍ડેશનના હરિશભાઈ મહેતા અને અન્‍ય ટ્રસ્‍ટીઓ દ્વારા કરવામાં આવશે. આગામી ૧૩મેના રોજ સવારે ૧૧ કલાકે રાજુલા ખાતે લોકાર્પિત થનારી આ હોસ્‍પિટલમાં જાહેર જનતાને રામકળષ્‍ણ આરોગ્‍ય સેવા ટ્રસ્‍ટ દ્વારા આમંત્રણ અપાયું છે. રુરિયાત મંદ લોકો માટેની અદ્યતન મલ્‍ટી સ્‍પેશિયાલીટી હોસ્‍પિટલમાં દર્દીનું કોઈ બીલ નહીં બને કારણ કે આ હોસ્‍પિટલ દાતાઓના દિલથી ચાલવાની છે. દર્દીઓની વિનામૂલ્‍યે સારવાર ઉપરાંત દર્દી સાથેના સ્‍વજનો માટે ભોજનની પણ નિશુલ્‍ક વ્‍યવસ્‍થા અહીં કરવામાં આવી હોવાનું અખબારી યાદીમાં જણાવાયું   છે.

 

(11:50 AM IST)