તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th June 2026
વિકાસના ૧૨ વર્ષ...જગદીશ વિશ્વકર્મા પ્રગતિયાત્રામાં જોડાયાઃ વિકાસ કાર્યોની સમીક્ષા

રાજકોટઃ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ, જનકલ્યાણકારી અને વિકાસલક્ષી શાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ શહેરમાં પ્રગતિયાત્રા કાર્યક્રમ હેઠળ સર્કિટ હાઉસ,રાજકોટ થી પ્રસ્થાનની શરૂઆત કરવામાં આવેલ અને રાજકોટની નવનિર્મિત હોસ્પિટલ એમ.સી.એચ. હોસ્પિટલ ચોક ખાતે , નિદાન સારવાર માટે આવેલ બહેનોની મુલાકાત લઈ હોસ્પિટલની વ્યવસ્થા અંગે જાણવામાં આવેલ, ત્યારબાદ રેસકોર્ષ રોડ ઉપર આવેલ સ્પોર્ટ્સ હોસ્ટેલ અને ડો. શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ તેમજ ફૂટબોલ ગ્રાઉન્ડ અને હોકી ગ્રાઉન્ડની વચ્ચે વ્યુઇંગ ગેલેરી, રેસકોર્સ ખાતે મુલાકાત લેવામાં આવેલ હતી. આ સમગ્ર પ્રગતિપથ યાત્રા રાજકોટ શહેરની બસનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આ તકે વિધાર્થીઓ સાથે સંવાદ કરેલ હતો. આ કાર્યક્રમમાં -દેશ ભાજપ અધ્યક્ષ શ્રી જગદિશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ મહામંત્રી ડૉ. પ્રશાંતભાઈ કોરાટ, અનિરૂધ્ધભાઈ દવે, શહેર પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહ, મેયર ડૉ. નેહલભાઈ શુકલ, ડે. મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસકપક્ષ નેતા ડૉ. હિરેન ખીમાણીયા, દંડક સુરેન્દ્રસિંહ રાણા સહિત રાજકોટ શહેર હોદ્દેદારો પ્રગતિપથ યાત્રામાં જોડાયા હતા
(2:50 PM IST)










