<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th October 2026

શહેરના રોડ સર્કલો પર અનધિકૃત રીતે જાહેરાતનાં બોર્ડ બેનર પોસ્‍ટર લગાડનાર ૧૨ લોકોને નોટિસ

મનપાની દબાણ શાખા દ્વારા કામગીરી

રાજકોટ, તા. ૮: શહેરના મુખ્‍ય માર્ગો, સર્કલો, ડીવાઈડર, પોલ વગેરે જગ્‍યાઓ પર અનધિકળત રીતે પોતાની જાહેરાતનાં બોર્ડ/બેનર/પોસ્‍ટર લગાવીને શહેરની મિલકતને નુકશાન કરવામાં આવેલ છે. જે સબબ દબાણ હટાવ શાખા દ્વારા સપ્‍ટેમ્‍બર-૨૦૨૬માં નીચે મુજબના કુલ ૧૨ આસામીઓને નોટિસ આપવામાં આવેલ છે.

જેમાં વિશ્વંભરી નવરાત્રી મહોત્‍સવ ૨૦૨૬  સ્‍ટુડિયો ટી-૧૧શ્રીજી દવાખાનું મંડલા ગરબા ,જન્નત રેસ્‍ટોરન્‍ટ, હોટલ હેવન, ગ્રીન શાશ્વત હોસ્‍પિટલ, ચિકિત્‍સા સિલ્‍વર સ્‍ટોન સ્‍કાય, આસ્‍થા વેન્‍ટિલા, ધ ગ્રાન્‍ડ ઠાકર વેલકેર ગ્રાફિક્‍ને નોટીસ આપવામાં આવી છે.

રાજકોટની જાહેર જનતાએ  રાજકોટ શહેરના માર્ગો, સર્કલો, ડીવાઈડર, પોલ પર કોઈપણ પ્રકારની અનધિકળત જાહેરાતને લગત બોર્ડ/બેનર/પોસ્‍ટર લગાવવા નહિ. જેની તમામ વ્‍યવસાયિકોઅ લેવા મનપાની દબાણ શાઆએ જણાવ્‍યું છે. 

(3:41 PM IST)