News of Thursday, 23rd July 2026
લોકમેળામાં ૧૨ વિખ્યાત કલાકારો લોકગીત-ડાયરો-સંગીતની
રમઝટ બોલાવશેઃ કચ્છના નૃત્યો-કલાકૃતિઆાોનું ખાસ આકર્ષણ રહેશે હાલ તમામ કાર્યક્રમની-ટુરીઝમ વિભાગને દરખાસ્ત મોકલાઇઃ ભારતીય નેવીનું બેન્ડ જમાવટ કરશે..

રાજકોટ, તા.૨૩: સૌરાષ્ટ્રની સંસ્કળતિ અને લોકઉત્સવનું પ્રતિક સમાન રાજકોટના ઐતિહાસિક રેસકોર્સ મેદાન ખાતે યોજાનાર સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા ચાલી રહી છે.આ વર્ષે મેળો વધુ ભવ્ય, આકર્ષક અને લોકભોગ્ય બને તે માટે લોકમેળા સમિતિ દ્વારા વિશેષ આયોજનો હાથ ધરવામાં આવ્યા છે. આ વખતના લોકમેળામાં મુલાકાતીઓ માટે મનોરંજનના ખજાનો ખૂલશે મેળા દરમિયાન વિવિધ સાંસ્કળતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.મેળાના મંચ પર અંદાજે ૧૨ જેટલા ખ્યાતનામ કલાકાર્રોં પોતાના લોકગીતો, ડાયરો અને સંગીતની રમજટ બોલાવશે, તેમની મંજૂરી માટે ટુરિઝમ વિભાગ ને દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે. આ વખતે લોકમેળામાં ખાસ કરીને કચ્છી સંસ્કળતિની ઝાંખી કરાવતી કલાકળતિઓ અને નળત્યો વિશેષ આકર્ષણ રહેશે. કાર્યક્રમોમાં ભારતીયનેવી બેન્ડ દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવશે, જે દેશભક્તિનો અદભુત માહોલ ઊભો કરશે. સમગ્ર મેળામાં સોરઠની લોકસાહિત્યિક પરંપરાને ઉજાગર કરતી કાઠિયાવાડી થીમ આધારિત વિશેષ કાર્યક્રમો પણ યોજાશે.
લોકમેળામાં સ્ટોલ મેળવવા માટે વેપારીઓ અને ધંધાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં મેળાના વિવિધ સ્ટોલો માટે ૨૫૦ થી પણ વધુ ફોર્મો ઉપડી ચૂકયા છે. આ આંકડો દર્શાવે છે કે વેપારીઓ પણ આ મહામેળાને લઈને કેટલા સજાગ અને ઉત્સાહી છે. આગામી દિવસોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડ્રો પદ્ધતિથી સ્ટોલ ફાળવવામાં આવશે.
(3:10 PM IST)










