<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

બેડીપરા, રૈયા ચોકડી, કાલાવડ રોડ, સાધુવાસવાણી રોડ સહિતના વિસ્‍તારોમાંથી વધુ ૧૧૫ કિલો અખાદ્ય ખોરાક પકડાયો

મનપા દ્વારા વિવિધ વિસ્‍તારોમાં સર્વેલન્‍સ ચેકીંગનો ધમધમાટ શહેરના ૯૩ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્‍યાં ચકાસણી : ૨૨ને લાઇસન્‍સ અંગે નોટીસઃ ફુડ શાખાનો સપાટો

રાજકોટ, તા.૬: મહાનગરપાલિકાના આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૯૩ પેઢીની તપાસ કરવામાં આવેલ. તપાસ દરમિયાન મળી આવેલ કુલ ૧૧૫ કીલો અખાદ્ય/વાસી/એક્‍સપયાર્ડ જથ્‍થાનો નાશ કરવામાં આવેલ જે પૈકી કુલ-૨૨ પેઢીને સ્‍ટોરેજ, લાઇસન્‍સ, હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ  કુલ રૂ.૨૭,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તથા ફૂડ સેફ્‌ટી ્રૂ સ્‍ટાન્‍ડર્ડ એક્‍ટ-૨૦૦૬ હેઠળ કુલ ૦૭ નમૂના લઈ પળથ્‍થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ.

મનપાની સત્તાવાર યાદી મુજબઃ

જ્જ ગ્રીન પાલક પંજાબી એન્‍ડ ચાઈનીઝઃ ખાદી ગ્રામઉદ્યોગ સામે, બેડી પરા, ભાવનગર રોડ, ખાતે પેઢીને હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપેલ. વાસી/પડતર/કાપેલા/બાફેલા શાકભાજી, વાસી મન્‍ચુરીયન, પડતર સોસ, ચટણી, ગ્રેવી, દાઝ્‍યું તેલ તથા પડતર લોટ કુલ મળી ૫૨કીલો નાશ કરેલ તેમજ રૂ.૩૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

જ્જવિશ્વા ફૂડ્‍સ (Drizzles pizza):વેસ્‍ટ ગેટ, રૈયા ચોકડી પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતે પેઢીને નોટિસ આપેલ. વાસી કાપેલા શાકભાજી, પડતર લોટ, લેબલ વગરના પેકેટ, કુલ મળી ૨૩ કીલો નાશ કરી રૂ.૧૦,૦૦૦/ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

જ્જ SLURIT: રોયલ પેલેસ, ગ્રા.ફ્‌લોર, નેપ્‍ચ્‍યુન ટાવર સામે, કાલાવડ રોડ, રાજકોટ. પેઢીને નોટિસ આપેલ. એક્‍સપાયર બ્રેડ, કાપેલા શાકભાજી, પડતર/વાસી રાઈસ, નુડલ્‍સ કુલ મળી ૧૦ કીલો નાશ કરેલ તેમજ રૂ.૨૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

જ્જ રવિકાંત વિંદ પાણીપુરી વાલાઃ સાધુવાસવાણી રોડ પાછળ, ટોપલેન્‍ડ રેસિડેન્‍સી ની બાજુમાં, સડેલા/બાફેલા બટેટા, જીવાત વાળો લોટ કુલ મળી ૨૦ કીલો નાશ કરેલ તેમજ પેઢીને નોટિસ આપી રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

જ્જ પંડિત દિનદયાલ ઉપાધ્‍યાય સરકારી મેડિકલ કોલેજ અને હોસ્‍પિટલ (સિવિલ હોસ્‍પિટલ કેન્‍ટીન): હોસ્‍પિટલ ચોક, જામનગર રોડ, SBI બેન્‍ક ની સામે નેલાયસન્‍સ તેમજ યોગ્‍ય સ્‍ટોરેજ બાબતે નોટિસ આપેલ તેમજ મરચું પાવડર(લુઝ), હળદર પાવડર (લુઝ), ધાણાજીરું પાવડર (લુઝ), સીંગતેલ (લુઝ), દાળ (પ્રીપેડ લુઝ), ટીંડોળા બટેટાની સબ્‍જી (પ્રીપેડ લુઝ), રાઈસ (પ્રીપેડ લુઝ) ના નમૂના લેવામાં આવેલ.

જ્જ નેશનલ ચાઈનીઝ એન્‍ડ પંજાબી રેસ્‍ટોરન્‍ટઃ જ્‍યોતિનગર ચોક, ક્રિસ્‍ટલ મોલ     પાછળ, જ્‍યોતિનગર મેઇન રોડ, ખાતે પેઢીને સ્‍ટોરેજ બાબતે નોટિસ આપી રૂ.૨૦૦૦/વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જ સુરતી એગ મસ્‍તીઃ પ્‍લોટ નંબર -૬, ગેલેક્‍સી પાર્ક -૨, કિંગ્‍સ ક્રાફ્‌ટ હોટલની પાછળ, કાલાવડ રોડ ખાતે  પેઢીને નોટિસ આપેલ તથા રૂ.૨૦૦૦/ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.  જ્જ રવેચી ટી-પાન એન્‍ડ કોલ્‍ડ્રીક્‍સઃ નેપ્‍ચુન ટાવર એલ-૬, લીંબુવાડી મેઇન રોડ, કાલાવડ રોડ ખાતે પેઢીને નોટિસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/ વહીવટી ચાર્જ વસૂલ કરેલ.

જયારે જ્જ વન ઇલેવન એગઃ ગેલેક્‍સી પાર્ક, પ્‍લોટ નંબર -૮, કિંગ ક્રાફ્‌ટ હોટલ પાછળ, કાલાવડ રોડ ખાતે પેઢીને નોટિસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જ કેપિટલ એગઃ કિંગ્‍સ ક્રાફ્‌ટ હોટલ પાછળ, કાલાવડ રોડ ખાતે પેઢીને નોટિસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જ આશાપુરા પાન એન્‍ડ કોલ્‍ડ્રીક્‍સઃ નેપ્‍ચ્‍યુન ટાવર સામે, સુમુક એપાર્ટમેન્‍ટ, લીંબુવાડી મેઇન રોડ, શોપ નંબર -૧, કાલાવડ રોડ ખાતે પેઢીને નોટિસ આપેલ તેમજ રૂ.૧૦૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જ અમર પાન એન્‍ડ કોલ્‍ડ્રીક્‍સઃ જ્‍યોતિ કોમ્‍પ્‍લેક્‍સ, જ્‍યોતિનગર મેઇન રોડ ખાતે પેઢીને નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જ જય દ્વારકાધીશ રેસ્‍ટોરન્‍ટઃ જ્‍યોતિનગર ચોક, ક્રિસ્‍ટલમોલ પાછળ, જ્‍યોતિનગર મેઈન રોડ ખાતે પેઢીને નોટિસ આપી રૂ.૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જગિફટેડ ડીલાઇટઃ સુમુક એપાર્ટમેન્‍ટ, શક્‍તિ -૨, લીંબુવાડી મેઇન રોડ, નેપ્‍ચ્‍યુન ટાવર સામે, કાલાવડ રોડ, રાજકોટ. પેઢીને નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જ મોગલ કળપા પ્રોવિઝન સ્‍ટોરઃ પારિજાત રોડ, ટોપલેન્‍ડ રેસિડેન્‍સી પાસે, RMC આવાસ યોજના સામે ખાતે  પેઢીને લાઇસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ  રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જ  તમન્ના જનરલ સ્‍ટોરઃ પારિજાત રોડ, ટોપલેન્‍ડ રેસિડેન્‍સી પાસે, RMC આવાસ યોજના સામે, ખાતે  પેઢીને લાઇસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જ અંબિકા પ્રોવિઝન સ્‍ટોરઃ શ્‍યામલકુંજ સોસાયટી સામે, સાધુવાસવાણી રોડ ખાતે પેઢીને લાયસન્‍સ બાબતે નોટીસ આપેલ તેમજ રૂ.૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જ રામેશ્વરમ મદ્રાસ કાફેઃ પેરેડાઇઝ એપાર્ટમેન્‍ટ, શોપ નંબર -૪, KKV હોલ પાસે, કાલાવડ રોડ ખાતે પેઢીને નોટિસ આપેલ તેમજ રૂ.૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જ્જ પટેલ ફરસાણઃ અતિથિ ચોક, પંચવટી મેઈન રોડ, રાજકોટ. પેઢી માંથી ૧૦ત્ત્ પસ્‍તી નો નાશ કરેલ. જ્જ સમરસ ગર્લ્‍સ હોસ્‍ટેલ(શ્રી આશાપુરા કેટરર્સ): ગંગોત્રી પાર્ક મેઇન રોડ, યુનિવર્સિટી રોડ ખાતે પેઢીને લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ. જ્જ એવન્‍યુ સુપરમાર્ટ લિમિટેડઃ શોપ નં L.B-૧, ક્રિસ્‍ટલ મોલ પાસે, કાલાવડ રોડ ખાતે પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ બાબતે નોટિસ આપેલ. જ્જ ભેરુનાથ સમોસા, પેડક રોડ, તથા જ્જ આશુતોષ સેન્‍ડવિચ, પેડક રોડ,  પેઢીને યોગ્‍ય સ્‍ટોરેજ બાબતે નોટિસ આપેલ

(3:38 PM IST)