<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

૧૧ વર્ષની બાળા સાથે ઘરમાં ઘુસી મોઢે મુંગો દઇ સગીરે દૂષ્‍કર્મ આચર્યુ

જો કોઇને વાત કરશે તો મારી નાંખશે તેવી ધમકી પણ દીધીઃ તાલુકા પોલીસે દૂષ્‍કર્મ, પોક્‍સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી

રાજકોટ તા. ૭: શહેરમાં વધુ એક દૂષ્‍કર્મની ઘટના પોલીસ ચોપડે ચડી છે. જેમાં ૧૧ વર્ષની સગીરા સાથે એક સગીરે બળજબરી આચરી લીધી હતી. ઘરમાં ઘુસી મોઢે ડુચો દઇ સગીરે દૂષ્‍કર્મ આચરી માથે જતાં જોઇ કોઇને વાત કરીશ તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

આ બનાવમાં તાલુકા પોલીસે સગીરાના માતાની ફરિયાદ પરથી એક સગીર વિરૂધ્‍ધ  દૂષ્‍કર્મ, પોક્‍સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ફરિયાદમાં બાળાના માતાએ જણાવ્‍યું હતું કે તે પરિવાર સાથે છેલ્લા અઢાર વર્ષથી રાજકોટમાં રહે છે. સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે, પતિ શાકભાજીનો વેપાર કરે છે. પરંતુ ધંધો બરાબર ચાલતો ન હોવાથી હાલ પતિ પત્‍નિ બંને મજૂરી કામે જાય છે. ગઇ તા.૫ના રાત્રીના આઠેક વાગ્‍યે મહિલા કામ પરથી ઘરે જતી હતી ત્‍યારે ઘર પાસે રસ્‍તામાં પુત્ર  શાકભાજીની લારી પાસે ઉભો હોય તેને ઘરે માતાજીનો ધૂપ કરવા માટે મોકલ્‍યો હતો. થોડીવાર બાદ પુત્ર લારીએ આવ્‍યો હતો અને કહ્યું હતું કે મમ્‍મી તું ઘરે જા બહેન ખુબ રડે છે, જેથી તેઓ તેણી તુરંત ઘરે ગયા હતા.

અગીયાર વર્ષની દિકરી રડતી હોય શું થયું તેમ પુછતા તેણે કહ્યું હતું ક પડોશી શખ્‍સે વાગ્‍યે ઘરે આવી મારૂ મોઢું દબાવી જો તું અવાજ કરીશ તો તને જાનથી મારી નાખીશ તેમ કહી મારા કપડાં ફાડી નાખી ખરાબ કામ કર્યું હતું અને કહ્યું હતું કે જો તું આ બાબતે કોઈને વાત કરીશ તો હું તને બહાર નીકળવા નહીં દઉં અને તને મારી નાખીશ. આમ કહી મોબાઇલ ફેંકીને જતો રહ્યો હતો. દીકરી એ આ વાત કરતા માતા ચોકી ઉઠી હતી. બાદમાં પાડોશમાં રહેતા મહિલા પણ ત્‍યાં હાજર હોય તેને પુછતા કહ્યું હતું કે મેં આરોપીને તમારા ઘર પાસેથી બહાર નીકળતા જોયો હતો હતો અને ત્‍યારબાદ તમારી દિકરી રડતી હતી અને ગભરાઈ ગઇ હતી. પાડોશી પાસેથી પણ વિગત મળતાં મહિલાએ તાલુકા પોલીસમાં જાણ કરતાં પીઆઇ એસ. આર. મેઘાણી અને ટીમે ગુનો દાખલ કરી સગીર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(3:19 PM IST)