News of Friday, 31st July 2026
કેસર ફૂડ પ્રોડકટસમાંથી ૧૦૨૦ કિલો અખાદ્ય શક્કરપારા-લોટ મળ્યોઃ ૩ પેઢી સીલ
મનપા દ્વારા શહેરના વિવિધ ખાદ્યપદાર્થ ઉત્પાદકો-વેચાણકારોને ત્યાં ચકાસણી : ફૂડ શાખા દ્વારા ૧૨ પેઢીને લાઇસન્સ અંગે નોટીસઃ ૩૪ હજારનો ચાર્જ વસુલાયોઃ ૧૦ નમુના લેવાયા

રાજકોટ,તા.૩૧: મહાનગરપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૭૫ પેઢી, રેસ્ટોરન્ટ ની તપાસ કરી કુલ ૧૦૨૦ કિલો અખાદ્ય, વાસી જથ્થાનો નાશ કરી કુલ ૧૨ પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપી કૂલ રૂ.૩૪,૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. ૧૦ સેમ્પલ લેવામાં આવેલ તેમજ ૦૩ પેઢીને સીલ કરવામાં આવેલ.
મનપાની સત્તાવાર યાદી મુજબ વાવડી ગામથી આગળ, ઇન્ડસ્ટ્રીયલ એરીયા, ગોપાલ હોટલ વાળી શેરી, રાજકોટ મુકામે આવેલ ‘‘કેસર ફૂડ પ્રોડક્ટસ'' પેઢીને સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા ખાદ્યચીજોની બનાવટમાં રો-મટિરિયલ તરીકે વપરાતા લોટના પેકિંગ પર પશુ આહાર તરીકે પ્રિન્ટ કરેલ જોવા મળેલ તેમજ પેઢીમાં ઉત્પાદન કરેલ ફરસાણ અનહાઈજીનીક રીતે જમીન પર રાખેલ જોવા મળેલ. મીઠાશક્કરપારા તથા લોટ કુલ મળી અંદાજિત ૧૦૨૦ કિલો અખાધ્ય જથ્થાનો નાશ કરી સ્ટોરેજ અને હાઇજિનિક કન્ડિશન બાબતે નોટિસ આપેલ તથા રૂા.૫૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ. તેમજ પેઢીમાંથી મીઠાશક્કરપારા (લુઝ) તથા સુગર પાવડર (લુઝ) ના કુલ ૨ નમૂના લેવામાં આવેલ.
‘અરિહંત' વિજય પ્લોટ-૧૮, ગોંડલ રોડ, મુકામે આવેલ ‘‘શાહ ફૂડપ્રોસેસિંગ પ્રાઈવેટ લિમિટેડ'' પેઢી સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા પેઢીમાં ટેકનિકલ પર્સનની ગેરહાજર જોવા મળેલ. તેમજ ઉત્પાદન અંગેનો બેચવાઇઝ કોઈ રેકર્ડ નિભાવતા ન હોવાનું જાણવા મળેલ. પેઢીમાં સંગ્રહ કરેલ પ્રીમિક્સ માટેના એસન્સ, FSS Act-2006 અન્વયેના લેબલ વગરનો જથ્થો તેમજ વેચાણ માટે માટે સંગ્રહ કરેલ ટી- કોફી પ્રીમિક્સ, સોફ્ટ ડ્રિંક કોન્સ્ટ્રેટ, ફૂડ એડીટિવ્સ, પ્રિસેર્વેટિવ, સોડા મસાલા, વગેરેનો કુલ મળી ૫૯૭૨ કિલો અલગ-અલગ ફ્લેવરના એસન્સના કેન ઉત્પાદન/ એક્સપાયરી ડેટ વગરનો કુલ મળીને અંદાજિત ૨૦૦૦ લિટર જથ્થો સ્થગિત કરી પેઢીને સીલ કરવામાં આવેલ. તેમજ પેઢીમાં સંગ્રહ કરેલ ચીજો અનહાઈજેનિક રીતે સ્ટોરેજ કરેલ જે બાબતે પેઢીને નોટિસ આપવામાં આવેલ. રૂા. ૧૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીમાંથી મેંગો પાવડર (લુઝ) તથા સ્વિટનર(લુઝ) ના કુલ ૨ નમૂના લેવામાં આવેલ.
જય ખોડીયાર મકાનમાં વિજય પ્લોટ-૧૮, ગોંડલ રોડ, મુકામે આવેલ ‘‘શ્રીનાથજી ટ્રેડિંગ'' પેઢી સીલ કરવામાં આવેલ. પેઢીની તપાસ કરતા પેઢીમાં ઉત્પાદન અંગેનો બેચવાઇઝ કોઈ રેકર્ડ નિભાવતા ન હોવાનું જાણવા મળેલ. પેઢીમાં સંગ્રહ કરેલ પોતાની અલગ અલગ બ્રાન્ડમાં પેકિંગમાં મસાલાના પાવડર FSS Act-2006 અન્વયેના લેબલ વગરનો પડતર જથ્થો તેમજ વેચાણ માટે માટે સંગ્રહ કરેલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરૂ પાવડર, વગેરેનો કુલ મળી અંદાજિત ૫૬૦૦ કિલો શંકાસ્પદ જથ્થો સ્થગિત કરવામાં આવેલ તેમજ પેઢીમાં સંગ્રહ કરેલ ચીજો અનહાઈજેનિક રીતે સ્ટોરેજ કરેલ જે બાબતે પેઢીને નોટિસ આપવામાં આવેલ. રૂા. ૧૦,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ તેમજ પેઢીમાંથી હળદર પાવડર (લુઝ) મરચું પાવડર (લુઝ) અને ધાણાજીરૂ પાવડર (લુઝ) ના કુલ ૩ નમૂના લેવામાં આવેલ.
જયારે ગાત્રાળ ફૂડ ઝોનઃ તીર્થરાજ એપાર્ટમેન્ટ, યશરાજ એપાર્ટમેન્ટ સામે, યુનિવર્સિટી રોડ, ન્યુસન્સ બાબતે રૂા. ૫૦૦/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. મુરલીધર ડીલક્ષ પાન એન્ડ કોલ્ડ્રીંક્સઃ તીર્થરાજ એપાર્ટમેન્ટ, યશરાજ એપાર્ટમેન્ટ સામે, યુનિવર્સિટી રોડ યુનિ. રોડ, ન્યુસન્સ બાબતે રૂા. ૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જય જોગમાયા પાન એન્ડ યુનિવર્સિટી રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જી.પટેલ પાન & કોલ્ડ્રિંક્સઃ તીર્થરાજ એપાર્ટમેન્ટ, યશરાજ એપાર્ટમેન્ટ સામે, યુનિવર્સિટી રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જય ગાત્રાળ હોટલઃ રોયલ પાર્ક ૬, યુનિ રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પી. પટેલ પાન & કોલ્ડ્રિંક્સઃ યુનિવર્સિટી રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. રોયલ પાન એન્ડ કોલ્ડ્રિંક્સઃ પ્રિન્સ પેલેસ, નેત્રદીપ મેક્સ વિઝન સામે, યુનિવર્સિટી રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૧૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. પાબુરાજ પાપડ મોલઃ શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૧૦૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. જલિયાણ ટ્રેડર્સઃ શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. શ્યામ બેકરીઃશ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. રામનાથ જનરલ સ્ટોરઃ શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. હરભોલે પાન & કોલ્ડ્રિંક્સઃશ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ.મીરા ફરસાણઃ શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા.૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ. ખોડલ ડેરી ફાર્મઃ શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂા. ૫૦૦/-વહીવટી ચાર્જ વસૂલ કરેલ તથા માવો(લુઝ)નો નમૂનો લેવામાં આવેલ. શ્યામ ડેરી ફાર્મઃ શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, મલાઈ (લુઝ) નો નમૂનો લેવામાં આવેલ. અરમાન ડેરી ફાર્મઃ શ્રદ્ધા પાર્ક, ડી-માર્ટ વાળો રોડ, ભેંસ દૂધ(લૂઝ) નો નમૂનો લેવામાં આવેલ.
(3:26 PM IST)










