<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

દામજી મેપા પ્‍લોટમાં નઝમાબેનના ઘરમાં ચાલતાં જૂગારધામમાંથી ૬ મહિલા સહિત ૧૦ પકડાયા

ભક્‍તિનગર પોલીસે દરોડો પાડી રાજકોટ, બોટાદ, મુંબઇ, દેરડીના પત્તાપ્રેમીઓને પકડી રોકડ રકમ કબ્‍જે લીધી

રાજકોટ તા. ૨૩: શહેરના બોલબાલા માર્ગ દામજી મેપા પ્‍લોટ-૩માં ચામુંડા કૃપા  નામના મકાનમાં રહેતી મહિલા જૂગાર રમાડતી હોવાની બાતમી પરથી ભક્‍તિનગર પોલીસે દરોડો પાડી ઘરધણી સહિત ૬ મહિલા અને ૪ પુરૂષોને જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૧૫૬૦૦ની રોકડ કબ્‍જે કરી હતી.

દારૂ જૂગારની પ્રવૃતિ ડામવા ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી મળી હતી કે દામજી મેપા પ્‍લોટ-૩માં રસીકભાઇના મકાનમાં ભાડેથી રહેતી નઝમાબેન આસીફભાઇ લાલાણી પોતાના ઘરમાં માણસો ભેગા કરી જૂગારધામ ચલાવી રહી છે. આ માહિતીને આધારે દરોડો પાડવામાં આવતાં નઝમાબેન તેમજ જૂગાર રમવા આવેલા અંજનાબેન યાકુબભાઇ સુમરા (રહે. દુધસાગર રોડ હાઉસીંગ ક્‍વાર્ટર શેરી નં. ૧૧), રીટાબેન અશ્વીનભાઇ સોનેતા (રહે. ધારાવી ઝુપડપટ્ટી બાન્‍દ્રા મુંબઇ), ગીતાબેન રવિભાઇ ગોસ્‍વામી (રહે. અમી હાઇટ્‍સ ફલેટ નં. ૪, જામનગર રોડ), ગીતાબેન ગીરીશભાઇ પટેલ (રહે. ખોડીયારધામ સાોયટી-૧ રણુજા મંદિર પાસે), અફસાનાબેન સલિમભાઇ મીર (રહે. મોવૈયા રોડ દેરડી), વાસુ નરેન્‍દ્રભાઇ વડારીયા (રહે. કલ્‍પવન હાઇટ્‍સ બી-૮૦૪, કોરાટ ચોક), યાકુબ જુમાભાઇ સુમરા (રહે. ગુ.હા. બોર્ડ ક્‍વાર્ટર શેરી નં. ૧૧), કાના મામૈયાભાઇ રાઠોડ (રહે. તુરખા ગામ તા. બોટાદ) અને રમીઝ મહેબુબભાઇ ભાયાણી (રહે. યોગીનગર બોટાદ)ને પકડી લીધા હતાં.

પોલીસે રોકડા રૂા. ૧૫૬૦૦ અને ગંજીપાના કબ્‍જે લીધા હતાં. નઝમાબેન નાલ ઉઘરાવી માણસો ભેગા કરી ભાડાના મકાનમાં જૂગાર રમાડતી હોવાનો ગુનો પોલીસે દાખલ કર્યો હતો. પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. ગોહિલ, નિલેષભાઇ મિયાત્રા સહિતની ટીમે આ કામગીરી કરી હતી

(3:24 PM IST)