તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
માલધારી ફાટક પાસે જાહેરમાં જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમી ઝડપાયા
આજીડેમ પોલીસના પીઆઇ એચ.એમ. પટેલની રાહબારીમાં ટીમ દ્વારા બાતમીના આધારે દરોડોઃ ર૦ હજારની રોકડ કબ્જે

રાજકોટ, તા. પઃ શહેરના માલધારી ફાટકથી કોઠારીયા સોલવન્ટ તરફ જતા રસ્તે ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં આજીડેમ પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૦ પત્તાપ્રેમીને ઝડપી લઇ રૂા. ર૦ હજારની રોકડ કબ્જે કરી હતી.
આજીડેમ પોલીસના પીઆઇ એચ.એમ. પટેલની રાહબારીમાં હેડ કોન્સ. પી.એ. ચીરોડીયા, કોન્સ. ભાવેશભાઇ ગઢવી, મનીષભાઇ શીરોડીયા, સાવનભાઇ સાંગાણી સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે માલધારી ફાટકથી આગળ કોઠારીયા સોલવન્ટ તરફ જવાના રસ્તે ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે દરોડો પાડયો હતો જયા જુગાર રમતા સુધાંશુ ઉર્ફે ક્રિષ્ના સંજયભાઇ દિક્ષીત (ઉ.વ.૨૮ રહે.સીતારામ સોસાયટી શેરી નં.૩ કોઠારીયા સોલવંટ), શિવ કાલીપ્રસાદ સાહુ (ઉ.વ.રર રહે.ગોકુલધામ સોસાયટી શેરી નં.ર કોઠારીયા સોલવંટ), અનુજ પપ્પુરામ ગોૈતમ (ઉ.વ.૩૧ રહે.વાવડી ગામ પ્રશાંત કાસ્ટીંગ સામે) મોહિત મહેશભાઇ સિનરોજા (રહે.આહિર ચોક નજીક મામા સાહેબના મંદિર પાસે), ઇસ્તાક સમીરખાન પઠાણ (ઉ.વ.૩૫ રહે આહિર ચોક નજીક મામા સાહેબના મંદિર પાસે) રોશનઅલી જુમાઇ મંસુરી (ઉ.વ.૨૭૮ રહે.આરતી ઈન્ડસ્ટ્રીઝ એરીયા સાંઇબાબા સર્કલ પાસે), રજીતરામ આફત પાસવાન (ઉ.વ.૨૬ રહે.વાવડી ગામ) દદન ગુપ્તેશ્વર તુરાહા (ઉ.વ.૪૫ રહે.ખોડીયારનગર શેરી નં.૧ ગોંડલ રોડ) પપ્પુ અલીરજા શેખ (ઉ.વ.૩૩ રહે. પટેલ સોસાયટી શેરી નં.૪ બ્રહ્માણી ચોક) અને ધીરૂ નનકુભાઇ ખાચર (ઉ.વ.૩૮ રહે.લોઠડા ગામ)ને પકડી લઇ રૂા.૨૦,૬૫૦ ની રોકડ કબ્જે કરી હતી.(
(2:27 PM IST)










