તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd June 2026
કોઠારીયા સિતારામ સોસાયટીમાં ડેલી માથે પડતાં ૧ાા વર્ષના બાળકનું મોત
મુળ એમપીના દંપતિએ એકનો એક લાડકવાયો ગુમાવ્યો

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ પરની બાંધકામની સાઇટ પર રહી મજુરી કરતાં મધ્યપ્રદેશના દંપતિના ૧ાા વર્ષના દિકરા પર ડેલી માથે પડતાં ઇજા થતાં મોત નિપજતાં મજુર દંપતિમાં કલ્પાંત સર્જાયો હતો. જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ પર સિતારામ સોસાયટી-૧માં રમેશભાઇની સાઇટ પર રહી મજુરી કરતાં સુખરામભાઇ મેડાનો દિકરો મયુર (ઉ.વ.૧ાા) રમતી હતી ત્યારે માથે ડેલી પડતાં માથામાં ઇજા થતાં મોત થયું હતું. મૃત્યુ પામનાર મયુર ચાર બહેનનો એકનો એક નાનો ભાઇ હતો. આ દંપતિ હજુ દસ દિવસ પહેલા જ અહિ મજુરી કરવા આવ્યું હતું. મોટી બહેન રીન્કલ સાથે મયુર ડેલી બંધ કરવા ગયો ત્યારે ડેલી માથે પડતાં ઇજા થતાં મોત થયાનું ખુલ્યું હતું. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
(3:02 PM IST)










