<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

શહેરમાં ટાઇફોઇડનો ૧ તથા કમળાના-ર દર્દી

શરદી-તાવના ૧પ૬૩ થી વધુ અને ડેન્‍ગ્‍યુનો પણ ૧ કેસ તંત્રના ચોપડે નોંધાયો : મનપા દ્વારા ૧૮ર૬૧ ઘરોમાં પોરાનાશક કામગીરી તથા ૧૭૧ રહેણાંકોમાં ફોગીંગ કરાયાનો દાવોઃ મચ્‍છર ઉત્‍પતિ સબબ ૧૮૯ને નોટીસ

 

રાજકોટ, તા. ૨૫: શહેરમાં ઉનાળાની ઋતુ વચ્‍ચે રોગચાળાનો પગપેસારો ઘટવા  થવા પામ્‍યો છે. મનપાના આરોગ્‍ય વિભાગમાં આ સપ્‍તાહે શરદી, તાવ, ઝાડા, ઉલ્‍ટીના ૧૫૬૩ થી વધુ દર્દી નોંધાયા છે. મચ્‍છરજન્‍ય રોગના એક  કેસ નોંધાયા નથી. આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા.૧૮ થી ર૪ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.

શરદી તાવના

૧૫૬૩થી વધુ કેસ

શહેરમાં શરદી-ઉધરસના કેસ૫૦૬ તેમજ સામાન્‍ય તાવના ૭૨૭ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૩૨૭ તથા  ટાઇફોઇડના ૧, કમળાના-ર સહિત કુલ ૧૫૬૩ થી વધુ દર્દીઓ નોંધાયા હતા. જયારે સીઝનમાં શરદી-ઉધરસના કેસ ૧૬૩૪૪ તેમજ સામાન્‍ય તાવના ૧૪૬૭૭ અને ઝાડા ઉલ્‍ટીના કેસ ૫૩૭૯ તથા ટાઇફોઇડના ૧૪ તેમજ કમળાના ર૪ કેસ નોંધાયા છે.

મચ્‍છર ઉત્‍પતિ સબબ

૧૮૯ને નોટીસ

રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનીષ્‍ટ પ્રયાસો કરી રહ્યા છે. પોરાનાશક કામગીરી હેઠળ ૧૮૨૬૧ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૭૧ ઘરોમાં ફોગીંગ કામગીરી કર્યાનો દાવો કર્યો છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્‍ય ૪૨૧ થી વધુ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ તપાસ કરવામાં આવતા રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૧૮૯ લોકોને નોટીસ આપવામાં આવી હતી. (૯.

(2:49 PM IST)