<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th October 2026

‘૦૦૦૭'... વીઆઇપી નંબરવાળી ૧૨ હજારની રિક્ષાની ચોરીઃ મહેશ ઉર્ફે બાદશાહ પકડાયો

અભીલાષા પાર્ક મેઇન રોડની ઘટનાઃ લક્ષ્મીનગરના રોહિતભાઇએ રિક્ષા મિત્ર પરેશભાઇને ભાડે આપી હતીઃ ક્રાઇમ બ્રાંચે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલ્‍યો

રાજકોટ તા.૨૭: કાલાવડ રોડ નજીક કોટેચા ચોક પાસે અભીલાષા પાર્ક મેઇન રોડ પર ફાયર સ્‍ટેશન પાસે રોહીતભાઇ લક્ષ્મણભાઇ જાદવ (ઉ.વ.૪૪)ની રૂા.૧૨ હજારની કિંમતની સીએનજી રિક્ષા અજાણ્‍યા તસ્‍કરો ચોરી કરી ગયાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. જે ગુનાનો ભેદ ક્રાઇમબ્રાંચે ઉકેલી આરોપીને પકડી લીધો હતો.

નાનામવા મેઇન રોડ પર લક્ષ્મીનગરમા શેરી નં. ૧ માં રહેતા રોહિતભાઇ જાદવ (ઉ.વ. ૪૪) એ ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાયેલી ફરીયાદમાં જણાવ્‍યું કે તે ડ્રાઇવીંગ કામ કરે છે. તેના પિતાની માલીકીની સીએનજી રિક્ષા નં. જીજે-૦૩-એયુ-૦૦૦૭ તેના મિત્ર પરેશભાઇ ગોહેલ (રહે. અભીલાષા પાર્ક મેઇન રોડ, ફાયર સ્‍ટેશનની સામેની ગલીમાં) ને દોઢેક વર્ષથી ભાડે આપેલી હતી.

ગઇ તા. રપ ના તેના ફઇનું અવસાન થયુ હોવાથી તે સણોસરા ગામે ગયા હતા. જયા તેના મિત્ર પરેશભાઇએ ફોન કરી વાત કરી હતી કે ગઇ તા. ર૪ ના રાત્રે રિક્ષા ઘર પાસે પાર્ક કરી હતી. સવારે તે બહાર નિકળતા રિક્ષા જોવામાં આવતી નથી કહેતા તેને તપાસ કરવાનું કહયું હતું. થોડી વાર બાદ પરેશભાઇએ ફરી કોલ કરી રિક્ષાની કોઇ માહિતી મળતી ન હોવાની જાણ કરી હતી. બાદમાં આ મામલે ફરીયાદ નોંધાવતા ગાંધીગ્રામ પોલીસના પીએસઆઇ એ.બી. ઝાલા એ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે ચુનારાવાડમાંથી આરોપી મહેશ ઉર્ફે બાદશાહ ગુણવંતભાઇ જાદવાણી (ઉ.વ.૨૫ રહે. મચ્‍છોનગર ભાડેથી, માર્કેટ યાર્ડ પાછળ)ને પકડી રિક્ષા કબ્‍જે કરી હતી.  આ કામગીરી ક્રાઇમબ્રાન્‍ચ, પો.ઇન્‍સ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ, પો.સબ.ઇન્‍સ. વીડી. રાવલીયા, એ.એસ.આઇ સમીરભાઇ શેખ, પો.હેડકોન્‍સ. સાગરભાઇ માવદીયા, દિપકભાઇ ડાંગર, મુકેશભાઇ સબાડ, રવીભાઇ ગઢવી, યજુવેન્‍દ્રસિંહ જાડેજા, પો.કોન્‍સ. જીલુભાઇ ગરચર, તોફીકભાઇ જુણાચ, અશ્વિનભાઇ પંપાણીયાએ કરી હતી

(3:55 PM IST)