<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

રાજનંદગાંવ (છત્તીસગઢ) લોહાણા સમાજના અગ્રણીઓ દિનેશભાઈ, મનીષભાઈ સાહિતા પરિવારમાં લગ્નના ઢોલ ઢબુકયા

ચિ. ચિરાગ ચિ. શિલ્‍પા/ચિ. ધર્મેશ ચિ.સોનલ

રાજકોટ : મૂળ સૌરાષ્‍ટ્રના મોટા ભેલાના અને ઓરિસ્‍સા (ચુડાપાલી) અનાજના મોટા ગજાના વેપારી સ્‍વ. ભગવાનજીભાઈ સાહિતાના પુત્ર અને વ્‍યાપારી અગ્રણી સ્‍વ. શિરીષભાઈના ભાઈ, રાજનંદગાંવ (છત્તીસગઢ) ના લોહાણા સમાજના અગ્રણી દીનેશભાઈ સાહિતા અને લોહાણા સમાજના મહિલા અગ્રણી સંગીતાબેન સાહિતાના લાડકવાયા ચિ. ચિરાગના શુભ લગ્ન ઓરિસ્‍સા ઝારસુગુડા નિવાસી રાજેશભાઈ દક્ષિણી અને રશ્‍મિબેનની સુપુત્રી ચિ. શિલ્‍પા સાથે તા. ૨૧ ના રોજ રાજનંદગાંવ ખાતે નિરધાર્યા છે.લોહાણા સમાજની વિવિધ સંસ્‍થાઓ સાથે સંકળાયેલા મનીષભાઈ સાહિતા અને મહિલા અગ્રણી પ્રગતિબેન સાહિતાના પુત્ર ચિ. ધર્મેશના શુભ લગ્ન પણ તા. ૨૧ ના રોજ બલાંગીર નિવાસી કિરણકુમાર ભીંડે તથા સ્‍વ. ક્રિશ્‍નાબેનની સુપુત્રી સોનલ સાથે રાજનંદગાંવ ખાતે આજ દિવસે અર્થાત્‌ તા. ૨૧ ના શનિવારે બન્‍નેના લગ્ન અનંત પેલેસ ખાતે સાંજે ૭.૧૫ વાગ્‍યે થશે.

(12:08 PM IST)