<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

જાદુગર-મિમીક્રી આર્ટીસ્ટ ઉમેશભાઇ રાવ અને પ્રફુલ્લાબેન રાવના સુપુત્રના શુભલગ્ન : ચિ.તુષાર * ચિ.કાજલ

રાજકોટઃ ખુબ જ જાણીતા જાદુગર અને મિમીક્રી આર્ટીસ્ટ ઉમેશભાઇ રઘુભાઇ રાવ અને અ.સૌ.પ્રફુલ્લાબેન રાવના સુપુત્ર ચિ. તુષાર (ડી.જે.તુષાર)ના શુભલગ્ન રાજકોટ નિવાસી  કેશુભાઇ ભીમજીભાઇ ગોહેલ અને અ.સૌ. ભારતીબેન ગોહેલના સુપુત્રી ચિ. કાજલ સાથે તા. ૧૯ ને રવિવારે નિર્ધારેલ છે.

તા. ૧૮ ને શનિવારે સવારે ૮.૦૦ વાગ્યે મંડપ મુહુર્ત, સાંજે ૪.૩૦ વાગ્યે મામેરા, સાંજે ૭.૩૦ ભોજન સમારંભ, રાત્રે ૯.૦૦ વાગ્યે દાંડીયારાસ તથા તા. ૧૯ને રવિવારે સવારે ૭.૩૦ વાગ્યે જાન પ્રસ્થાન તથા સવારે ૧૧.૦૦ વાગ્યે હસ્તમેળાપ વિધી સંપન્ન થશે. વડીલોના આશીર્વાદ સાથે ચિ.તુષાર અને ચિ. કાજલ ચોરીના ચાર ફેરા ફરશે. 

(3:39 PM IST)