<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd February 2026

ખંભાળીયા કમલેશભાઇ વિઠ્ઠલાણીની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.જલ્‍પા: ચિ.દેવાંગ

 

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયાઃ ખંભાળિયાના રઘુવંશી દાતા સદગળહસ્‍થ અને લોહાણા મહાજનના ટ્રસ્‍ટી કમલેશભાઈ વિઠલાણી (સૌરાષ્‍ટ્ર ઓઇલ મીલ, જે.કે.વી. બિલ્‍ડર્સ અને કે.એચ.વી. ઓઈલ એન્‍ડ એગ્રો પ્રોડક્‍ટ - રાજકોટ વાળા) તથા અ.સૌ. શિલ્‍પાબેન વિઠલાણીની લાડલી પુત્રી ચિ.જલ્‍પા (સી.એ.)ના શુભ લગ્ન અમદાવાદ નિવાસી અ.સૌ. રૂપાબેન અને શ્રી સુનિલભાઈ કક્કડના સુપુત્ર ચિ. દેવાંગ (આઈ.ટી. એન્‍જિનિયર) સાથે ગુરૂવાર તારીખ ૫-૦૨-૨૦૨૬ ના શુભ દિને રંગેચંગે યોજાયા છે.

ખંભાળિયાના ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત જાજરમાન એવા આ લગ્ન સમારોહમાં આજરોજ મંગળવારે સાંજી, ડ્રોન શો અને મ્‍યુઝિકલ નાઈટ તથા આવતીકાલે બુધવારે મંડપ મુહૂર્ત, હલ્‍દી તેમજ બોલીવુડ નાઈટ તથા ગુરૂવાર તા. ૫ ના રોજ હસ્‍તમેળાપ સહિતના જુદા જુદા રંગારંગ કાર્યક્રમો ખંભાળિયા-દ્વારકા રોડ પર કુવાડીયા ગામ નજીક ભવ્‍ય રીતે યોજાયા છે.

જેમાં સહભાગી થવા સર્વે નિમંત્રિતોને વિઠલાણી પરિવારના મોભી ગં.સ્‍વ. લીલાવંતીબેન કાંતિલાલ વિઠલાણી દ્વારા અનુરોધ કરવામાં આવ્‍યો છે.

(11:41 AM IST)