તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd February 2026
વિસાવદરના લેરીયાના કાઠી ગીરાસદાર નરેન્દ્રભાઈ કોટીલાનાં આંગણે રૂડો અવસર : ડો. દર્શનાબેનનાં શુભ લગ્ન

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨: વિસાવદરના લેરીયાના કાઠી ગીરાસદાર અને જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી તથા વિસાવદર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના ડિરેક્ટર, માર્કેટ યાર્ડનાં પૂર્વ ડિરેક્ટર અને લેરીયાના માજી સરપંચ નરેન્દ્રભાઈ કોટીલાનાં આંગણે રૂડો અવસર છે. લાડલી દિકરી ડો. દર્શનાબેનનાં શુભ લગ્ન લેવાયાં છે. શરણાઈના સૂર સાથે ઢોલ વાગી રહ્યા છે. લગ્નગીતો ગવાઈ રહ્યા છે. આ શાહી લગ્નોત્સવમાં જાહેર જીવનના અગ્રેસરો સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો દિકરી બહેનને આશીર્વાદ આપવા હાજરી આપવા ઉપસ્થિત રહેનાર છે ત્યારે અત્યારથી જ આનંદ ઉમંગ ઉલ્લાસ સાથે અનોખા ખુશનુમા માહોલ સર્જાયો છે.
વિસાવદર તાલુકાનાં લેરીયા નિવાસી દરબાર શ્રી નરેન્દ્રભાઈ જીજુભાઈ કોટીલાનાં સુપુત્રી ચિ.બહેન ડો. દર્શનાબેન (બીએચએમએસ)નાં શુભલગ્ન આણંદપુર નિવાસી દરબાર શ્રી ગંભીરભાઈ બાબભાઈ ખાચરનાં સુપુત્ર ચિ.સત્યજીતભાઈ (બીબીએ, એલએલબી) સાથે તા.૧૩-૦૨-૨૦૨૬ શુક્રવારના રોજ નિરર્ધાર્યા છે. મંડપ મુહુર્ત : ૧૨મી ફેબ્રુઆરીએ શુભ ચોઘડિયે : જાન આગમન ૧૩મી ફેબ્રુઆરીએ સવારે શુભ ચોઘડિયે : ભોજન સમારંભ ૧૩મી ફેબ્રુઆરીએ બપોરે ૧૧:૩૦ કલાકે : હસ્ત મેળાપ ૧૩મી ફેબ્રુઆરીએ બપોરે શુભ ચોઘડિયે નિર્ધારેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદરના લેરીયા ગામના માજી ગીરાસદાર પરિવારમાંથી નરેન્દ્રભાઈ કોટીલાના સુપુત્રી ચિ.બેન શ્રી દર્શનાબેન કોટીલાને વડોદરા પારૂલ યુનિવર્સટીમા યોજવામા આવેલ પદવીદાન સમારોહમા બીએચએમએસ (BHMS) વિભાગમા ‘ડોક્ટર'તરીકેની પદવી એનાયત કરવામાં આવી હતી. કુ. દર્શનાબેન દ્વારા વિવેકાનંદ સ્કૂલ-લેરીયામાં પ્રાથમિક, આલ્ફા વિદ્યા સંકૂલમા ઉચ્ચ માધ્યમિક અને રાજકોટ આરએચએમમા ગ્રેજયુએશન પૂર્ણ કરી ડોક્ટરની પદવી હાંસલ કરી છે. અત્રે નોંધનીય છે કે, કાઠી ક્ષત્રિય સમાજમાં નરેન્દ્રભાઈ કોટીલાની દિકરી વંદનાબેન આયુર્વેદ ડોક્ટર બન્યા છે અને નાની દિકરી કુ. વંદનાબેન હોમિયોપથી ડોક્ટર બન્યા..આમ ગ્રામ્ય વિસ્તારમાંથી કાઠી ક્ષત્રિય સમાજમાંથી મેડિકલ શિક્ષણ સુધી પ્રાપ્ત કરી બન્ને દિકરીઓએ ‘ડોક્ટર' બનવાનુ બહુમાન હાંસલ કર્યું છે.
શુભલગ્ન સ્થળ : શ્રી નરેન્દ્રભાઈ જીજુભાઈ કોટીલા, ‘‘જય શ્યામ'', દરબાર ગઢ, વિવેકાનંદ સ્કૂલ પાસે, મુ. લેરીયા તા. વિસાવદર. મો. : ૯૪૨૭૭૪૧૭૪૮
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
