<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

પરેશભાઇ માનસેતા-અરવિંદભાઇ ચાંદ્રાણી પરિવારના આંગણે ઢોલ ઢબુક્‍યા : ડીવાયએસપી વિસ્‍મય માનસેતા અને ડીઆઇએલઆર દિપલ ચાંદ્રાણીના શુભ લગ્નોત્‍સવ

 

રાજકોટ : ગો.વા. દમયંતિબેન તથા ગો. વા. પ્રવિણચંદ્ર વૃજલાલભાઇ માનસેતાના પોત્ર અને રાજકોટ નિવાસી શ્રીમતિ સંધ્‍યાબેન તથા શ્રી પરેશભાઇ પ્રવિણભાઇ માનસેતાના સુપુત્ર ચિ. વિસ્‍મય માનસેતા (ડી. વાય. એસ.પી. જામખંભાળીયા) ના શુભલગ્ન ગો. વા. શાંતાબેન તથા મથુરાદાસ ચાંદ્રાણીના પોૈત્રી અને કેશોદ નિવાસી શ્રીમતિ રેખાબેન તથા શ્રી અરવિંદભાઇ  મથુરાદાસ ચાંદ્રાણીની સુપુત્રી ચિ. દિપલ (ડી. આઇ. એલ. આર.) સાથે તા. ૫ ના શુક્રવારના શુભદિને સાસણગીર મુકામે નિરધારેલ છે. આ પ્રસંગે તા. ૪ ના ગુરૂવારે સવારે ૧૦ વાગે સાંજીના ગીત, બપોરે ૩:૩૦ વાગે મહેંદી રસમ, ૪:૩૦ વાગે હલ્‍દી કાર્નિવલ બાદ રાત્રીના ૯:૩૦ વાગ્‍યાથી સંગીત સુરાવલી રાખેલ છે. તા. ૫ ના સવારે ૧૦ વાગે સગાઇ સેરેમની રાખેલ છે. આમંત્રીત મહેમાનોને આવકારવા માનસેતા પરિવાર અને ચાંદ્રાણી પરિવાર આતુર છે.(૪૧.૨)

(11:05 AM IST)