તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 25th November 2025
ખંભાળીયાનાં જીજ્ઞેશભાઈ મોટાણીની સુપુત્રીના શુભલગ્નઃ ચિ.ધ્રુવી : ચિ.કરણ
માહિર જીજ્ઞેશભાઈ મોટાણી, ક્રિશીવ સંદિપભાઈ મોટાણી અને વિહાન ભાવિકભાઈ મોટાણીને યજ્ઞોપવિત અપાશે

ખંભાળિયાઃ ખંભાળિયાના સ્વ.હર્ષદભાઈ મથુરાદાસ મોટાણીના સુપુત્ર જીગ્નેશભાઈ હર્ષદભાઈ મોટાણી અને શ્રીમતી શીતલબેનની લાડલી સુપુત્રી ચિ.ધ્રુવી બગસરા નિવાસી અ.સૌ. જિજ્ઞાબેન તથા શ્રી શૈલેષભાઈ ઉમેદરાય ત્રિવેદીના સુપુત્ર ચિ.કરણ સાથે ગુરૂવાર તારીખ ૨૭-૧૧-૨૦૨૫ ના શુભ દિને સપ્તપદીના સાત ફેરા ફરી અને લગ્નગ્રંથિથી જોડાશે.
ખંભાળિયામાં બંગલાવાડી ખાતે આવેલી બ્રહ્મસમાજ ઔદિચ્ય ગોહિલ વાડી ખાતે યોજાયેલા આ લગ્ન પ્રસંગ પૂર્વે મોટાણી પરિવારના માહિર જીગ્નેશભાઈ, ક્રિશીવ સંદીપભાઈ અને વિહાન ભાવિકભાઈ યગ્નોપવિત સંસ્કાર ધારણ કરશે.
મંડપ મુહૂર્તઃ તા.૨૬ને બુધવારે સવારે ૮ વાગ્યે, ગ્રહશાંતિ સવારે ૯:૩૦ વાગ્યે, હલ્દી રસમ સવારે ૧૧ વાગ્યે, યજ્ઞોપવિત સંસ્કાર બપોરે ૨:૩૦ વાગ્યે, સાંજીના ગીત સાંજે ૬ વાગ્યે, રાસની રમઝટ રાત્રે ૮ વાગ્યે જામશે.
જાન આગમનઃ તા.૨૭ને ગુરૂવારે સવારે ૮ વાગ્યે, સ્વરૂચિ ભોજન સમારંભ બપોરે ૧ વાગ્યે રૂડી રેશમી ગાંઠ ગુંથાશે બપોરે ૧૨:૧૫ વાગ્યે.
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
