<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ગોડા પરિવારના આંગણે હરખના તોરણ બંધાયા શુભલગ્ન માંગલ્‍ય : ચિ.ભવ્‍ય : ચિ.આશિ

 

મહેંદી રસમ મંડપ મુહૂર્ત, હલ્‍દી રસમ સાથે મુંબઇના મ્‍યુઝીકલ નાઇટ સહિતના કાર્યક્રમો

રાજકોટ :  પી.જે. ગોડા (લો-ફર્મ) ના શ્રી ચંદ્રેશભાઇ પી.ગોડા તથા મોનાબહેનના સુપુત્ર ચિ. ભવ્‍યના શુભલગ્ન રાજકોટ નિવાસી શ્રીમતિ પલ્લવીબહેન તથા અમીતભાઇ ધાબલીયાની સુપુત્રી ચિ. આશિ સાથે તા. ર૩-૧૧-ર૦રપ રવિવારના શુભમુહૂર્તે હોટલ સીઝન્‍સ કાલાવડ રોડ રાજકોટ ખાતે નિરધાર્યા છે.

આ શુભલગ્ન માંગલ્‍ય પ્રસંગે આજે તા. ર૧ ને શુક્રવારે મહેંદી તેમજ ચૂંદડી સેરેમની સાંજે પાંચ વાગ્‍યે તેમજ રાત્રે ૮-૦૦ વાગ્‍યે દિલ્‍હીના પ્રખ્‍યાત  વજાહત હસન સહિત ૧૧ કલાકારો સાથે સુફી નાઇટમાં જમાવટ કરશે જયારે તા. રર ને શનિવારે સવારે ૮-૦૦ કલાકે મંડપ મુહૂર્ત તેમજ સવારે ૧૧-૦૦ કલાકે હલદી રસમનો કાર્યક્રમ યોજાશે.

આ પ્રસંગે તા. રર ના રાત્રે ૭ કલાકે બોમ્‍બેના પ્રખ્‍યાત કલાકારો હર્ષીત ચૌહાણ તેમના ચુનંદા ૧૩ કલાકારો સાથે ગીત-સંગીતની સુરાવલીઓ લહેરાવશે. આ બધા કાર્યક્રમો હોટલ સીઝન્‍સના પેવેલીયન લોન ગાર્ડનમાં યોજાયા છે.

તા. ર૩ ને રવિવારે બપોરે ૩-૩૦ વાગ્‍યે જાનપ્રસ્‍થાન થયા બાદ સાંજે ૬ વાગ્‍યાના શુભમુહુર્તે હસ્‍તમેળાપ રાત્રે ૮ કલાકે ભોજન સમારોહ યોજાયો છે. 

આ શુભ પ્રસંગે ગોડા પરિવારના શ્રી વિરેશભાઇ પી. ગોડા તથા હરેનભાઇ પી. ગોડા સહિત પરિવારના સભ્‍યો મહેમાનોના સત્‍કાર માટે ભારે ઉત્‍સાહિત છે.

આ ઇવેન્‍ટનું સંચાલન એસ્‍ટુટના  માલીક દશીર્તભાઇ પરસાણા દ્વારા કરવામાં આવેલ છે. 

(2:50 PM IST)