<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th January 2025

ભાજપના અગ્રણી નીતિન ભારદ્વાજના આંગણે વાગ્‍યા વાજા, ચિ.મનન બનશે વરરાજા

કોયલ બેઠી આંબલિયાની ડાળ, મોરલિયો બેઠો રે સાગર ટાવરને કાંગરે, હોશીલા વીરા કોયલને ઉડાડો રે આપણે દેશ...

રાજકોટઃ સુપ્રસિધ્‍ધ એડવોકેટ અને રાજયસભાના સભ્‍ય સ્‍વ. શ્રી અભયભાઇ ગણપતભાઇ ભારદ્વાજના પરિવારમાં રૂડા લગ્નોત્‍સવના ઢોલ વાગ્‍યા છે. પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજી તથા શ્રી સોમનાથ દાદાની અસીમ કૃપાથી શ્રીમતી વંદનાબેન તથા શ્રી નિતીનભાઇ ગણપતરામ ભારદ્વાજના આત્‍મજ  ચિ.મનનના શુભલગ્ન ચિ. વૃતિ શ્રીમતી મીનાબેન તથા શ્રી વિનેશભાઇ રતિલાલ ઘોડાસરાની આત્‍મજા સાથે સંવત ર૦૮૧ના પોષ વદ અગિયારસ તા.રપ-૦૧-ર૦રપને શનિવારના શુભ દિને રીજન્‍સી લગુન રીસોર્ટ, ન્‍યારી ડેમ રોડ, કાલાવડ રોડ ખાતે  નિર્ધારેલ છે. જાન પ્રસ્‍થાન તે દિવસે સાંજે ૪.૩૦ વાગ્‍યે હોટલ સીઝન્‍સથી પ્રસ્‍થાન કરશે. હસ્‍તમેળાપ સાંજે ૭.૧પ વાગ્‍યે રાખેલ છે.

લગ્નોત્‍સવ નિમિતે તા.ર૪ શુક્રવારે સાંજે ૭ થી ૯ સીઝન્‍સ હોટલ, અવધ રોડ, કાલાવડ રોડ ખાતે સ્‍વરૂચી ભોજન સમારંભ અને આનંદોત્‍સવ (બોલીવુડ નાઇટ) રાખેલ છે.

શુભ નિવાસ સ્‍થાનઃ અભયભાઇ અને નીતિનભાઇ ભારદ્વાજ, ૧૧/૨૧ સાગર ટાવર, અમીનમાર્ગ મો.૯૮ર૪૦ ૪૩૦૪૩ રાજકોટ.

(11:59 AM IST)