<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th June 2024

ભરતભાઇ કારીયાના સુપુત્રના જામખંભાળીયામાં શુભલગ્નઃ ચિ. જલ્‍પેશ ચિ. ચાંદની

 

રાજકોટ તા. ર૮: શ્રીમતી કિર્તીબેન અને શ્રી ભરતભાઇ કાંતીલાલ કારીયાના સુપુત્ર ચિ. જલ્‍પેશના શુભલગ્ન બેરાજા નિવાસી શ્રીમતી હિનાબેન અને શ્રી હસમુખભાઇ ગોરધનભાઇ મોદીની સુપુત્રી ચિ. ચાંદની સાથે તા. ૩૦ ને રવિવારે જામખંભાળીયા ખાતે નિરધારેલ છે.

જેમાં સાંજીના ગીત તા. ર૯ ને શનિવારે સાંજે ૪ વાગ્‍યે, મંડપ મુહુર્ત સાંજે પ વાગ્‍યે દાંડીયા રાસ રાત્રીના ૮-૩૦ વાગ્‍યે તથા જાન પ્રસ્‍થાન તા. ૩૦ ને રવિવારે સવારે ૧૦-૩૦ વાગ્‍યે અમદાવાદથી થશે. હસ્‍ત મેળાપ બપોરે ૧ર-૩૦ વાગ્‍યે તથા સત્‍કાર સમારંભ તા. ૩૦ ને    રવિવારે     સાંજે ૭-૩૦ વાગ્‍યે યોજાશે.

શુભ લગ્ન માટે સ્‍વ. કાંતીલાલ છોટાલાલ કારીયા, સ્‍વ. લીલાવંતીબેન કાંતીલાલ કારીયા, સ્‍વ. બાલકૃષ્‍ણલાલ છોટાલાલ કારીયા, સ્‍વ. રૂક્ષ્મણીબેન બાલકૃષ્‍ણલાલ કારીયા, સ્‍વ. સુરેશકુમાર છોટાલાલ કારીયા, સ્‍વ. મનોજભાઇ કાંતીલાલ કારીયાએ અંતરીક્ષમાંથી આશિર્વાદ આપ્‍યા છે.

આમંત્રીતોને ઉપસ્‍થિત રહેવા ભરતભાઇ કાંતીલાલ કારીયા, શરદભાઇ કાંતીલાલ કારીયા, અ. સૌ. શોભનાબેન શરદભાઇ કારીયા, કમલેશભાઇ બાલકૃષ્‍ણલાલ કારીયા, અ.સૌ. પારૂલબેન કમલેશભાઇ કારીયા, જયદીપભાઇ ભરતભાઇ કારીયા, અ.સૌ. હિનાબેન જયદિપભાઇ કારીયા, જીલેશ કમલેશભાઇ કારીયા, અ.સૌ. માધવી જીલેશ કારીયા, પાર્થ શરદભાઇ કારીયા કુ. મયુરી શરદભાઇ કારીયાએ આમંત્રણ પાઠવ્‍યું છે.

સ્‍વ. શાંતીલાલ રામજીભાઇ નથવાણી પરિવારના પ્રકાશભાઇ શાંતીલાલ નથવાણી, જયેશભાઇ શાંતીલાલ નથવાણી, મનીષભાઇ શાંતીલાલ નથવાણી મામેરીયા પરિવાર તરીકે ઉપસ્‍થિત રહેશે.

(2:48 PM IST)