News of Tuesday, 5th May 2026
મુંબઈના મીરા રોડ વિસ્તારમાં 'લોન વુલ્ફ' આતંકી હુમલાની યોજના ઘડતા ઝુબૈર અંસારીની ધરપકડ : મહારાષ્ટ્ર ATSએ UAPA અને અન્ય કડક કલમો હેઠળ ગુનો નોંધી હાથ ધરી મોટી કાર્યવાહી
એકલા હાથે હુમલો કરવાની ફિરાકમાં હતો આરોપી, ગુપ્ત માહિતીના આધારે ATSએ ઝડપી પાડ્યો, આતંકી સંગઠન સાથેના સંબંધોની તપાસ તેજ, મીરા રોડ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવાઈ

મુંબઈ, તા. 5 : મુંબઈના મીરા રોડ વિસ્તારમાં 'લોન વુલ્ફ' હુમલાની યોજના મામલે મહારાષ્ટ્ર ATSએ મોટી કાર્યવાહી કરી છે. ATSએ આ કેસમાં આરોપી ઝુબૈર અંસારી સામે UAPA હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, ઝુબૈર અંસારી મીરા રોડ વિસ્તારમાં એકલા હાથે આતંકી હુમલો કરવાની યોજના ઘડી રહ્યો હતો. ગુપ્ત માહિતીના આધારે ATSએ કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી 'લોન વુલ્ફ' એટલે કે એકલા હાથે હુમલો કરવાની ફિરાકમાં હતો.
ATS દ્વારા આરોપી સામે UAPA સહિતની કડક કલમો હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી કોઈ આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે કે કેમ અને તેની યોજના પાછળ કોણ છે તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. મીરા રોડ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવામાં આવી છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
