તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ: નરેન્દ્રભાઇ
નવી દિલ્હી ઘોષણાપત્ર 2026 સર્વસંમતિથી અપનાવાયું

નવી દિલ્હીઃ બ્રિક્સ સમિટના બીજા દિવસે
સર્વસંમતિની જાહેરાત કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, "કોઈપણ સભ્યએ આ પ્રસ્તાવ પર વાંધો ઉઠાવ્યો નથી અને 'નવી દિલ્હી ઘોષણાપત્ર 2026' સર્વસંમતિથી અપનાવાયું છે."
વૈશ્વિક સુરક્ષા પર ભાર મૂકતા દસ્તાવેજમાં સરહદ પારની આતંકવાદી પ્રવૃત્તિઓ, આતંકવાદી ધિરાણ અને આતંકવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનોની સખત શબ્દોમાં નિંદા કરવામાં આવી છે. બ્રિક્સ દેશોએ દરેક પ્રકારના આતંકવાદ સામે એકજૂટ થઈને લડવાની પોતાની પ્રતિબદ્ધતા દોહરાવી છે.
(1:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
