તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
ઝેલેન્સ્કી યુદ્ધ સમાપ્ત કરવા ઇચ્છતા નથી, કદાચ ક્યારેય ઇચ્છતા નહોતા: ટ્રમ્પનો આક્ષેપ; રશિયા સામે પ્રતિબંધોમાં છૂટનો બચાવ કરતાં અમેરિકી પ્રમુખ
ટ્રમ્પે ફરી પોતાની પોસ્ટમાં લખ્યું કે શાંતિની વાટાઘાટોમાંથી મોસ્કો દૂર ન થાય તે પણ જરૂરી

વોશિંગ્ટન: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના પ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કી સામે ફરી આક્ષેપ કર્યો છે કે તેઓ રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા ઇચ્છતા નથી અને કદાચ ક્યારેય ઇચ્છતા પણ નહોતા. ટ્રુથ સોશિયલ ઉપરની પોસ્ટમાં ટ્રમ્પે યુરોપ તરફથી યુક્રેનને મળતી નાણાકીય સહાયનો ઉલ્લેખ કર્યો હતો.
રશિયા સંબંધિત કેટલાક પ્રતિબંધોમાં છૂટ આપવાના નિર્ણયનો બચાવ કરતાં ટ્રમ્પે ફરી પોતાની પોસ્ટમાં લખ્યું કે શાંતિની વાટાઘાટોમાંથી મોસ્કો દૂર ન થાય તે પણ જરૂરી છે. રશિયન રિફાઇનરીઓ ઉપર યુક્રેનના હુમલાથી વૈશ્વિક ડીઝલ બજારને નુકસાન થતું હોવાનો પણ તેમણે દાવો કર્યો. બીજી તરફ ઝેલેન્સ્કીએ પ્રતિબંધોમાં રાહતથી રશિયાને યુદ્ધ ચલાવવા વધુ નાણાં મળવાની ચિંતા વ્યક્ત કરી છે
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
